1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં થર્ટીફસ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 વાગ્યા સુધી મંજુરી, ડ્રીંક & ડ્રાઈવ સામે પોલીસ એલર્ટ
રાજકોટમાં થર્ટીફસ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 વાગ્યા સુધી મંજુરી, ડ્રીંક & ડ્રાઈવ સામે પોલીસ એલર્ટ

રાજકોટમાં થર્ટીફસ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 વાગ્યા સુધી મંજુરી, ડ્રીંક & ડ્રાઈવ સામે પોલીસ એલર્ટ

0
Social Share

રાજકોટઃ વર્ષ 2023ની વિદાય અને વર્ષ 2024ના આગમનને પાંચ દિવસ બાકી રહ્યા છે. ત્યારે થર્ટીફસ્ટની રાત્રે નૂતન વર્ષને આવકારવા માટે ફર્મ હાઉસ, કલબો સહિત અનેક સ્થળોએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે લોકો નવા વર્ષની ઉજવણી કરે તે માટે રાજકોટ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસે રાત્રે તમામ કાર્યક્રમો માટે રાત્રે 12.30 વાગ્યા સુધી જ મંજુરી આપી છે. તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવ સામે પોલીસ એલર્ટ બની છે.

રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે 2023ને બાય બાય અને વર્ષ 2024ના નવા વર્ષના વેલકમ માટે ઠેર ઠેર ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે લોકો નવા વર્ષની ઉજવણી કરે તે માટે શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ સાથે 12.30 વાગ્યા સુધીની સમય મર્યાદામાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે. આ દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ખાસ ચેકિંગ પણ કરવામાં આવશે, તેમજ ખાસ ડ્રીંક એન્ડ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવશે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, આગામી 31મી ડિસેમ્બરને લઈ રાજકોટ શહેર તેમજ જિલ્લા ખાતે જુદા જુદા પાર્ટી લોન્સ તેમજ ક્લબ ખાતે ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયુ છે. ત્યારે જુદા જુદા ક્લબમાં પાર્ટીને રાત્રિના 12:30 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા તમામ ક્લબ તેમજ પાર્ટી લોન્ચ ખાતે વોચ પણ ગોઠવવામાં આવશે. શહેર પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પીધેલી હાલતમાં કાર તેમજ બાઈક ચલાવનારા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code