1. Home
  2. Tag "RAJNATH SINGH"

રાજનાથ સિંહે કેનેડાના રક્ષા મંત્રી સાથે ફોન પર વાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદે બુધવારે ટેલિફોનિક વાતચીત કરી અને બંને દેશોની સંરક્ષણ ભાગીદારીને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે કામ કરવાનો સંકલ્પ કર્યો. વાતચીત દરમિયાન, અનિતા આનંદે સિંહને કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને ભારત સાથેના સંબંધોને વધારવાના મહત્વ વિશે માહિતી આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે […]

મોદીજીના નેતૃત્વમાં ભારત સાંસ્કૃતિક પુનરુત્થાનના યુગમાં પ્રવેશ્યું છે:રાજનાથ સિંહ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સાંસ્કૃતિક પુનરુત્થાનના યુગમાં પ્રવેશ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 17 એપ્રિલ, 2023ના રોજ ગુજરાતના સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર લોકોને દેશની સદીઓ જૂની પરંપરાઓ સાથે જોડવા માટે અનેક પગલાં લઈ રહી છે અને સંસ્કૃતિઓ તેમણે ઉમેર્યું હતું કે […]

CAPFમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં ઉમેદવારો પોતાની પ્રાદેશિક ભાષામાં આપી શકશે

હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓને મંજુરી કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ લીધો મહત્વનો નિર્ણય આ નિર્ણયથી લાખો ઉમેદવારોને થશે ફાયદો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) માટે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા યોજવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક […]

ભટિંડામાં સૈન્ય મથકમાં ગોળીબારની ઘટના અંગે રાજનાથ સિંહે સેના પાસે રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે પંજાબના ભટિંડામાં સૈન્ય મથક પર થયેલી ગોળીબારની ઘટના અંગે સેના પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબ સરકારે પણ ભટિંડા પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ભારતીય સેનાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી […]

નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રુપિયા. 15,920 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી -પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

પીએમ મોદીએ રાજદનાથ સિંહના ટ્વિટ પર પ્રતિક્રીયા આપી કહ્યું રક્ષા ક્ષેત્રમાં સુધારા સારુ રિઝલ્ટ લાવી રહ્યા છે દિલ્હીઃ- પીએમ નરેન્દ્ર મોદીએ આજે શનિવારના રોજ રક્ષા ક્ષેત્રને લઈને ટ્વિટ કર્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારાના સારા પરિણામો ગણાવ્યા છે. તેમણે કહ્સંયું કે રક્ષણ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચે છે તે દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં […]

લંડનમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનના પડઘા સંસદમાં પડ્યાં, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંસદમાં વિપક્ષનું માઈક બંધ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ નિવેદનની રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિંદા કરી હતી. તેમજ રાજનાથ સિંહે ગૃહમાં રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. બ્રિટનમાં રાહુલ […]

વૈશ્વિક આતંકવાદી મક્કીની 26/11 મુંબઈ હુમલા સહિત અનેક કેસમાં સંડોવણી, જાણો તેણે આચરેલી હેવાનિય વિશે…

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદીઓના આકા અને લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદના સાળા અને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આ આતંકવાદીએ ભારતમાં 26/11 મુંબઈ હુમલો સહિત અનેક કેસમાં સંડોવાયેલો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ પાકિસ્તાની આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન […]

જમ્મુ-કાશ્મીરઃરાજૌરી પ્રવાસ પર જઈ શકે છે રાજનાથ સિંહ,બીજેપી નેતાએ રક્ષા મંત્રી પાસે કરી આ માંગ

દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના રાજૌરીની મુલાકાત લઈ શકે છે.સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે,રાજનાથ સિંહ 26 જાન્યુઆરી પછી રાજૌરીની મુલાકાત લે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓ મંગળવારે દિલ્હીમાં રાજનાથ સિંહને મળ્યા હતા. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓએ રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી હતી.નેતાઓએ માંગ કરી હતી કે,રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ […]

75થી વધારે દેશમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનની નિકાસઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારત ડ્રોન, સાયબર ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લાં પાંચ વર્ષમાં આઠ ગણી વધી છે અને તે હવે, 75થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું […]

સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની ભારત પાસે સંપૂર્ણ ક્ષમતાઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે હતા. તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે થયેલી અથડામણ પછી સંરક્ષણ પ્રધાન અરુણાચલ પ્રદેશની તેમની પ્રથમ મુલાકાતે હતા. આ દરમિયાન રક્ષા મંત્રીએ સિયાંગમાં કહ્યું કે, ભારત દેશની સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત ક્યારેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code