ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન રૂપિયા 4 કરોડના ખર્ચે આંગણવાડીઓનું રિનોવેશન કરશે
ગાંધીનગરઃ શહેરની મ્યુનિ,કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 2022-23માં 4 કરોડના નવા સૂચિત કામોની યાદીમાં તંત્ર દ્વારા આંગણવાડીઓના રિનોવેશનનો નિર્ણય લેવાયો હતો.મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારની 111 આંગણવાડીઓનું સંચાલન હવે મ્યુનિ. દ્વારા કરાશે, અને જર્જરીત થયેલી આંગણવાડીઓના મકાનોનું 4 કરોડના ખર્ચ રિનોવેશન કરાશે. […]


