1. Home
  2. Tag "RMC"

રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ, રૂપિયા 17.77 કરોડના વધારા સુચવાયા

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ RMC કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 17.77 કરોડના કરબોજ સુચવવામાં આવ્યા છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો વધારો, તેમજ વોટર ચાર્જમાં પણ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ […]

રાજકોટમાં કૂતરા કરડના બનાવો વધતા હવે RMC દ્વારા શ્વાનની વસતી ગણતરી કરાશે,

રાજકોટઃ શહેરમાં કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. દરેક શેરીઓમાં કૂતરા રખડતા જોવા મળી રહ્યા છે. વધતી જતી કૂતરાઓની સંખ્યાને કારણે  લાંબા ગાળાના પગલા ભરી શકાય તે માટે સરકારની સૂચનાથી રાજકોટમાં આરએમસી દ્વારા રખડતા શ્વાનોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રાજકોટમાં 2015ની સાલમાં આવો સર્વે કરાયો હતો. 8 વર્ષ બાદ ફરી શ્વાનોનો સર્વે […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 128 જગ્યા સામે 55000 ઉમેદવારોએ કરી અરજીઓ

રાજકોટઃ રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રે અનેક નોકરીઓની જાહેરાત છતાંયે  બેરોજગારીનો ગ્રાફ વધતો જાય છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની 128 જગ્યાની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 13મી જાન્યુઆરી સુધીમાં 55000થી વધુ અરજીઓ આવી છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 15મી જાન્યઆરી છે. એટલે હજુ પણ વધુ અરજીઓ આવશે, આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.ની […]

રાજકોટમાં મ્યુનિ.ને પણ મોંઘવારી નડે છે, શહેરના પ્રદ્યુમન પાર્ક, રામવનની ફીમાં તોતિંગ વધારો કરાશે

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને પણ હવે મોંઘવારી નડી રહી હોય તેમ પ્રદ્યુમન પાર્ક, રામવન એથ્લેટીક ટ્રેક, સ્વીમિંગ પુલ, જીમની ફીમાં તોતિંગ વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. કાલે સોમવારે સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત મંજુરી માટે મુકાશે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોના ખર્ચે લોકોને પૂરી પાડવામાં આવતી જુદી જુદી સુવિધાઓ, પ્રદ્યુમન પાર્ક અને રામવન જેવા […]

રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશનની કચેરીમાં પશુઓ માટેની પરમિટ કઢાવવા પશુપાલકોની લાઈનો લાગી

રાજકોટઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ કોર્પોરેશન દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જે મુજબ શહેરમાં માલ-ઢોર સાથે વસવાટ કરતા પશુપાલકોએ મ્યુનિ.માંથી પરમિટ લેવી ફરજિયાત છે.  પરમીટ વગરના પશુ શહેરમાં ન રહેવા દેવાના નિયમનો સોમવારથી કડક અમલ શરૂ થવાનો છે. ત્યારે કેટલાક દિવસથી આરએમસીના એએનસીડી વિભાગમાં પરમિટ માટેની અરજી કરવા માલધારીઓની લાંબી લાઈનો જોવા મળી રહી […]

રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ, 14 મિલકતો સીલ

રાજકોટઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મિલકતવેરો ભરતા નથી. આરએમસી દ્વારા વેરો ભરવાની નોટિસ આપવા છતાંયે મિલક્ત વેરો ભરવામાં કેટલાક મિલકતધારકો આળસ દાખવી રહ્યા છે. ત્યારે આરએમસી દ્વારા સીલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રહેણાક વિસ્તારોમાં બાકી વેરો વસુલવા માટે નળ-ગટરના જોડાણો કાપવાની ચીમકી પણ આપવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામા […]

રાજકોટમાં મ્યુનિ. દ્વારા તમામ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ સુવિધા, હવે ખાણીપીણી બજાર ઊભુ કરાશે

રાજકોટઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરમાં ટ્રાફિકની સાથે પાર્કિંગની સમસ્યા પણ વકરી છે. રોડ પર થતાં વાહનોના પાર્કિંગને લીધે ટ્રાફિકથી સમસ્યા વધી છે. જેને હલ કરવા માટે શહેરના તમામ ઓવરબ્રિજ નીચે પે પાર્કિંગ અપાશે. તેમજ એવરબ્રિજ નીચે ખાણી-પીણી માટે પણ જગ્યા ફાળવાનો આરએમસીએ નિર્ણય લીધો છે. આરએમસી દ્વારા […]

રાજકોટમાં મ્યુનિ. દ્વારા બાકીવેરાની વસુલાત માટે ઝૂંબેશ, બે મિલક્ત સીલ, 8.56 લાખની વસુલાત

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી કરવેરા વસુલાત માટે ઝંબેશ શરૂ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાયે મિલક્ત વેરા ન ભરતા કરજદારો સામે અંતીમ શસ્ત્ર અપનાવવામાં આવ્યું છે. બાકી વેરાદારના મકાનનું નળ જોડાણ કાપવાનો પ્રારંભ કરી દીધો છે. જેમાં મોરબી રોડ પર એક મિલકતનું નળ જોડાણ કાપવામાં આવતા તરત જ રૂ.4.40 લાખની વસુલાત થઈ હતી. […]

રાજકોટમાં પરમિટ ન હોય એવા પશુઓને જપ્ત કરવાના RMCના નિર્ણય સામે માલધારીઓનો વિરોધ

રાજકોટઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન (RMC) દ્વારા 1 જાન્યુઆરીથી લાઇસન્સ વિનાના પશુપાલકોના પશુઓને જપ્ત કરવા માટે ઢોર પકડની ઝુંબેશ કડક બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. ત્યારે આ નિર્ણય સામે શહેરના માલધારીઓમાં ભારે વિરોધ ઊભો થયો છે. માલધારીઓ શુક્રવારે આરએમસીની કચેરી ખાતે એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ માંગણી કરી હતી કે, મ્યુનિ. દ્વારા […]

રાજકોટમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવા માટે RMCને 8304 અરજીઓ મળી, રવિવારે છેલ્લો દિવસ

રાજકોટઃ ગુજરાતના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામોને નિયત ફી ભરીને રેગ્યુલર કરી શકાય છે. આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારો માટે આગામી રવિવાર તા.17 ડિસેમ્બરે છેલ્લો દિવસ છે. રાજકોટ શહેરમાં આ યોજનાનો લાભ લેવા માટે શહેરીજનો ઓનલાઈન અને ઓફલાઇન બંને માધ્યમોથી અરજીઓ કરી રહ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code