1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં મ્યુનિ.ને પણ મોંઘવારી નડે છે, શહેરના પ્રદ્યુમન પાર્ક, રામવનની ફીમાં તોતિંગ વધારો કરાશે
રાજકોટમાં મ્યુનિ.ને પણ મોંઘવારી નડે છે, શહેરના પ્રદ્યુમન પાર્ક, રામવનની ફીમાં તોતિંગ વધારો કરાશે

રાજકોટમાં મ્યુનિ.ને પણ મોંઘવારી નડે છે, શહેરના પ્રદ્યુમન પાર્ક, રામવનની ફીમાં તોતિંગ વધારો કરાશે

0
Social Share

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને પણ હવે મોંઘવારી નડી રહી હોય તેમ પ્રદ્યુમન પાર્ક, રામવન એથ્લેટીક ટ્રેક, સ્વીમિંગ પુલ, જીમની ફીમાં તોતિંગ વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. કાલે સોમવારે સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત મંજુરી માટે મુકાશે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોના ખર્ચે લોકોને પૂરી પાડવામાં આવતી જુદી જુદી સુવિધાઓ, પ્રદ્યુમન પાર્ક અને રામવન જેવા જાહેર સ્થળોની ફીમાં તોતીંગ વધારાની દરખાસ્ત સ્ટે.કમીટીને મોકલાવામાં આવી છે. કાલે 8મી  ડિસેમ્બરને સોમવારે મળનારી સ્ટે.કમીટીની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જેમાં પ્રદ્યુમન પાર્કની પ્રવેશ ફી ડબલ, એથ્લેટીક ટ્રેકની ફીમાં 100 ટકાથી વધુ વધારો, સ્વીમીંગ પુલમાં ત્રણ ગણા સુધી, તેમજ જીમમાં 500 ટકા જેટલો વધારો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

મ્યુનિના સ્ટે. કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્ટે.કમીટીની બેઠકનો એજન્ડા બહાર પાડી ઢગલાબંધ 63 દરખાસ્તનો સમાવેશ  કર્યો છે. આ દરખાસ્ત અંગેની વિગતો મુજબ આજી ડેમ બાજુના નવનિર્મિત અર્બન ફોરેસ્ટ રામવનમાં ઉદઘાટન બાદ  બાળકો માટે રૂા. 10 અને મોટેરા માટે રૂા. 20ની ફી નકકી કરવામાં આવી હતી. હવે સત્તાવાર રીતે આ દર લાગુ કરાઇ રહ્યા છે. તેમાં વિદ્યાર્થીના પ્રવાસ માટે રૂા.5-5, વિડીયોગ્રાફી માટે રૂા.2000 સુધી, 6 સીટની બેટરી કારના પ્રતિ કલાક રૂા.350 નકકી કરાયા છે. આ ઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝુમાં દર વર્ષે નવા નવા પ્રાણીઓ અને પક્ષીઓના આકર્ષણ ઉમેરવામાં આવે છે. હવે પાર્ક પાછળ સફારી પાર્કનું આયોજન થયું છે. આ ઝુમાં પણ પ્રવેશના નવા દરની દરખાસ્ત પર સોમવારે નિર્ણય લેવામાં આવશે. જેમાં હાલ ઝુમાં 3 થી 12 વર્ષના બાળકોની પ્રવેશ ફી રૂા. 10 છે જે 20 કરવા પ્રસ્તાવ છે. 12 વર્ષથી ઉપરનાની ફી રૂા.25માંથી 50, સિનિયર સીટીઝન રૂા.10માંથી 20 કરવા પ્રસ્તાવ છે. જ્યારે રેસકોર્ષ સંકુલમાં આવેલા સિન્થેટીક એથ્લેટીક ટ્રેકના સભ્યો પદની ફીમાં પણ મોટો વધારો મૂકાયો છે. આમ પણ એથ્લેટીક ટ્રેક મોંઘી ફી ભરી શકતા લોકો માટે જ હોવાની પહેલેથી જ છાપ છે. હાલ માસિક ફી રૂા.200 છે જે 500 મુકાઇ છે. ત્રિમાસિક રૂા.600માંથી 1400, છમાસિક રૂા.1200માંથી 2500 અને વાર્ષિક રૂા.2000માંથી 4500 કરવા દરખાસ્ત છે.

મ્યુનિ. હસ્તકના સ્નાનાગારો (સ્વીમીંગ પુલ)ની ફીમાં પણ મોટો વધારો થઇ રહ્યો છે. વાર્ષિક ફી રૂા.1070માંથી 2700, શિખાઉના રૂા.1270માંથી 3600, ત્રિમાસિકના રૂા.470માંથી 900 અને 670માંથી 1200 કરવાની દરખાસ્ત છે. હવેનું ભાડુ પણ રૂા.2000 દૈનિક અને 30 દિવસના રૂા.30000 નકકી કરાયા છે. સ્પર્ધા માટેનું ભાડુ રૂા.7500માંથી 10000 મુકવામાં આવ્યું છે. સ્વીમીંગ એકેડેમીની વાર્ષિક ફી રૂા.6000 કરવાની દરખ્સાત છે. ઉપરાંત મ્યુનિ. હસ્તકના જુદા જુદા જીમની સભ્યપદના દર પણ વધી રહ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code