1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 128 જગ્યા સામે 55000 ઉમેદવારોએ કરી અરજીઓ

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 128 જગ્યા સામે 55000 ઉમેદવારોએ કરી અરજીઓ

0
Social Share

રાજકોટઃ રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રે અનેક નોકરીઓની જાહેરાત છતાંયે  બેરોજગારીનો ગ્રાફ વધતો જાય છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની 128 જગ્યાની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 13મી જાન્યુઆરી સુધીમાં 55000થી વધુ અરજીઓ આવી છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 15મી જાન્યઆરી છે. એટલે હજુ પણ વધુ અરજીઓ આવશે,

આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.ની સ્થાપના બાદ પ્રથમવાર બે વર્ષ પૂર્વે કલાર્કની ભરતી માટે જાહેર આપવામાં આવી હતી. જેમાં 125 જગ્યા માટે 60 હજાર જેટલી અરજીઓ આવી હતી. અનેક કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. હવે ખાલી જગ્યા અને ઉપરોકત જગ્યા પર પસંદ થયા બાદ નોકરી છોડીને ઘણા ઉમેદવારો જતા રહેતા ફરી 128 જુનિયર કલાર્કની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. જે અંતર્ગત જુદા-જુદા કુલ 9 સંવર્ગમાં તા. 21 ડિસેમ્બરથી અરજી મંગાવવામાં આવી હતી. વધુમાં વધુ ઉમેદવારો અરજી કરી શકે તે માટે અરજી કરવાની મુદ્દતમાં વધારો કરાયો છે. હવે 10નાં બદલે 15 જાન્યુઆરી સુધી આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરએમસીમાં ગ્રેજ્યુએટ લાયકાતવાળી જુનિયર કલાર્કની 128 જગ્યા માટે શનિવાર સવાર સુધીમાં 54,321 અરજી ઓનલાઇન આવી હતી. આ ઉપરાંત મેલ ફાયર ઓપરેટરની 64 જગ્યા માટે 1999 અરજીઓ આવી છે. અન્ય કેટેગરી પર નજર કરીએ તો સિસ્ટમ એનાલિસ્ટની બે જગ્યા માટે 140, ગાર્ડન સુપરવાઇઝરની બે જગ્યા માટે 801, વેટરનરી ઓફિસરની એક જગ્યા માટે 59, ગાર્ડન આસી.ની 12 જગ્યા માટે 1496, બે ટેકનીકલ આસી. લાયબ્રેરિયન માટે 108, ચાર આસી. લાયબ્રેરિયન માટે 292, ચાર જુનિયર સ્વિમિંગ કોચ માટે 28 ઉમેદવારોએ અરજીઓ કરી છે. ​​​​​​​ સરકાર દ્વારા બેરોજગારીમાં ઘટાડો થયો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારી નોકરીની ભરતીઓ માટે મોટી સંખ્યામાં અરજી આવી રહી છે. જેમાં બેરોજગારી ઉપરાંત સરકારી નોકરીનો આગ્રહ, જોબ સિક્યુરિટી સહિતના કારણો પણ જવાબદાર છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code