1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો સ્વિમિંગ પુલ 6 મહિનાથી બંધ

સૌરાષ્ટ્ર યુનિ સ્વિમિંગ પુલ માટે વર્ષે 35 લાખનો ખર્ચે કરે છે સ્વિમિંગ પુલથી યુનિને વર્ષે માત્ર 5 લાખથી આવક કોચએ રાજીનામું આપ્યા બાદ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે. સ્વિંમિંગ પુલના તળિયે લીલ જામી ગઈ છે. અને જર્જરિત બની રહ્યો છે. કહેવાય […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરાયો

વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓમાં રૂપિયા 30થી 200નો વધારો કરાયો બે દાયકા બાદ ફીમાં વધારો કરાયાનો યુનિનો દાવો ફીમાં વધારાને બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપી મંજુરી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે નવા વર્ષથી પરીક્ષા ફીમાં 10%નો વધારો કરાશે. વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓમાં રૂ.30થી રૂ.200નો વધારો કરવામાં આવ્યો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની 220 જગ્યાઓ ખાલી

સૌરાષ્ટ્ર યુનિમાં કૂલ મહેકમની 372 જગ્યામાંથી 152 જગ્યા ભરાયેલી છે ખાલી જગ્યાઓ ત્વરિત ભરવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજુઆત યુનિવર્સિટીના રિસર્ચ ભવનને પણ તાળા લાગેલા છે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટાભાગના કર્મચારીઓ કરાર આધારિત હોવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ તપાસ કરતા યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મંજૂર થયેલી 372માંથી 152 જગ્યાઓ જ ભરાયેલી છે. જ્યારે 220 જગ્યાઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતકના ફાઈનલ સેમી.ની પરીક્ષાનો કાલથી પ્રારંભ

180 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર કાલે ગુરૂવારથી પરીક્ષાનો પ્રારંભ થશે પરીક્ષામાં ગેરરીતિ રોકવા યુનિએ બનાવ્યો એક્શન પ્લાન તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલથી એટલે કે, તા. 27 મી માર્ચથી સ્નાતક અને અનુસ્નાતકના ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા માટે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં 90 ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત

કરાર આધારિત કર્માચારીઓને મહત્વની જવાબદારી મોટાભાગના કરાર આધારિત કર્મચારીઓ ભાજપના કાર્યકર્તા હોવાનો આક્ષેપ યુનિનો પરીક્ષા વિભાગ અનિયમિતતા અને ગેરરીતિને લીધે બદનામ રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વના એવા પરીક્ષા વિભાગમાં 90 ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ભાજપના કાર્યકર્તા હોવાનું કહેવાય છે. પરીક્ષાના પેપર લેવા, પેપર પ્રિન્ટિંગ કર્યા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ કાલે મંગળવારે યોજાશે

પદવીદાન સમારોહમાં રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઈસરોના ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે 42,677 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ આવતી કાલે તા. 4 માર્ચના મંગળવારના રોજ બપોરે 3.30 વાગ્યે રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા તથા ISRO-SAC, અમદાવાદના ડાયરેકટર નિલેષ દેસાઈની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓમાં 65 ટકાનો ઘટાડો

પ્રવેશ પ્રક્રિયામાં વધુ વિલંબ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ગત વર્ષે 9,065 વિદ્યાર્થીઓ હતા, આ વખતે 2,515 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા ફોર્મ ભર્યા, વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ કે નોકરી કરનારા કર્મચારીઓ ઘેરબેઠા પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે માટે એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં દર વર્ષે એક્સટર્નલ અભ્યાક્રમોમાં જોડાઈને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૂલપતિ તરીકે ઉત્પલ જોષીની નિમણૂંક

ઉત્પલ જોષી ગુજરાત યુનિમાં ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ છે સૌરાષ્ટ્ર યુનિને 18માં કાયમી કૂલપતિ મળ્યા ઉત્પલ જોષીનો કૂલપતિ તરીકેનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ વર્ષ બાદ કાયમી કુલપતિ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. ઉત્પલ જોષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવી છે.  જેમનો કાર્યકાળ આગામી 5 વર્ષ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 17 ડિસેમ્બરથી સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાશે

વિવિધ ફેકલ્ટીના સેમેસ્ટર-3ના 54916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તા. 24મી ડિસેમ્બરે પરીક્ષા પૂર્ણ થશે, 157 પરીક્ષા કેન્દ્રો પર 75 ઓબ્ઝર્વરો મોનિટરિંગ કરશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 17થી 24 ડિસેમ્બર સુધી સ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છે. વિવિધ ફેકલ્ટીઓમાંથી સેમેસ્ટર-3ની 54,916 […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,

ખેલકૂદ મહોત્સવમાં 70 કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે, સ્પોર્ટ્સ મહોત્સવમાં 3 નવી ઈવેન્ટ ઉમેરાઈ, શારિરીક શિક્ષણના નિવૃત અધ્યાપકોનું સન્માન કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજોના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code