1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ 17મી ઓક્ટોબરથી યોજાશે

યુવક મહોત્સવમાં 235માંથી 57 કોલેજે રજીસ્ટ્રેશન કરાવ્યું, કૂલ 33 સ્પર્ધામાં ભારતીય લોક સંસ્કૃતિ ઝળકશે, એક જ વર્ષમાં બે યુવક મહોત્સવ યોજાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 52મો યુવક મહોત્સવ આગામી તા, 17થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે કરાશે. યુવક મહોત્સવ દરમિયાન 33 જેટલી સ્પર્ધાઓ યોજાશે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ પીએચ.ડીમાં પ્રવેશ અપાશે,

UGCના નિયમની અમલવારી આ વર્ષથી નહીં, માસ્ટર ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે, એક મહિનામાં D. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે રાજકોટઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ, પીએચ.ડી.માં એડમિશન માટે વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પીએચડીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લઈને એના મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવશે. અને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરમાં યુવક મહોત્સવ યોજાશે

52માં યુથ ફેસ્ટિવલમાં 33 સ્પર્ધા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવ માટે જોવા મળતી નિરસતા, ગત વર્ષે 235 કોલેજોમાંથી માત્ર 40 કોલેજોએ ભાગ લીધો હતો રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ઓક્ટોબર મહિનાના અંતમાં 52મો યુવક મહોત્સવ યોજાશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવક મહોત્સવનુ નામાભિધાન […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનો બારોબાર ભાડે આપવાના મુદ્દે તપાસ કરાશેઃ કૂલપતિ

વિવાદ થતાં જ કૂલપતિએ તપાસ સોંપી, તપાસ સમિતિનો અહેવાલ મળ્યા બાદ કાર્યવાહી કરાશે, ખાનગી સંસ્થાઓ દ્વારા મેદાનોનો કરાતો ઉપયોગ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિવર્સિટીના મેદાનોનો ખાનગી સંખ્યાઓ દ્વારા બેરોકટોક ઉપયોગ કરાતો હોવાનો તેમજ બારોબાર યુનિના રમત-ગમતના મેદાનો ભાડે આપવાના મુદ્દે ભારે વિવાદ થયા બાદ કૂલપતિએ આ મામલે તપાસ સમિતિ બનાવી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાપરવાહીથી કરોડોના ખર્ચે બનેલો સ્વિમિંગ પુલની દૂર્દશા

9 કરોડના ખર્ચે બનેલો સ્વિમિંગ પુલ ગંદકીથી ખદબદે છે, કોચએ રાજીનામું આપ્યા બાદ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ રદ કરાયો, હવે આંતર કોલેજ સ્વિમિંગ સ્પર્ધા રદ કરવી પડી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2017માં 9 કરોડનાં ખર્ચે બનાવેલો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ યુનિની લાપરવાહીને કારણે જર્જરિત બનીને ગંદકીથી ખદબદી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા આંતરરાષ્ટીય કક્ષાના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિના પદ માટે 80 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

ત્રણ પૂર્વ કૂલપતિઓ અને પ્રોફેસરોના પણ પદ મેળવવાના પ્રયાસો, ભાજપના નેતાઓ ઈચ્છે તેને જ પદ મળવાની શક્યતા 80 ઉમેદવારોએ કરી અરજી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ કૂલપતિથી વહિવટ ચાલી રહ્યો છે. હવે કાયમી કૂલપતિ માટે અરજીઓ મંગાવાતા 80 જેટલા ઉમેદવારોએ અરજીઓ કરી છે. જેમાં ત્રણ પૂર્વ કૂલપતિઓ, યુનિના પ્રોફેસરોનો પણ સમાવેશ થાય છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્રની 100 કરોડની ગ્રાન્ટ મળશે, રૂપિયા ક્યાં વાપરવા તેનું પ્લાનિંગ કરાયું

સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ બનાવાશે, મોર્ડન ટેકનોલોજીના સંશોધન માટે 49 કરોડ ખર્ચાશે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પીએમ ઉચ્ચશિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા 100 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. યુનિના સત્તાધિશોએ આ ગ્રાન્ટનો ક્યા અને કેવી રીતે ઉપયોગ કરવા તેનો પ્લાન રજુ કરી દેવામાં આવ્યો છે. જેમાં 27 કરોડના ખર્ચે 2 મલ્ટી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પાણીના ધાંધિયાથી વિદ્યાર્થીઓએ કર્યા ધરણાં

બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડોલ લઈને કૂલપતિના બંગલે પહોંચ્યા, વિદ્યાર્થીઓએ કર્યો સૂત્રોચ્ચાર, કામચલાઉ પાણીના વ્યવસ્થા કરી આપી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અર્ન વાઇલ લર્ન બોઈઝ હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી અને છેલ્લા 2 દિવસથી રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું પાણી બંધ છે. જેને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે ABVPના કાર્યકરો વિદ્યાર્થીઓને સાથે રાખી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 4 વર્ષમાં 5 ચીફ અકાઉન્ટન્ટ બદલાયા, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હિસાબી વહિવટના મુખ્ય ગણાય એવા ચીફ એકાઉન્ટન્ટ લાંબો સમય ટકતા નથી. છેલ્લા 4 વર્ષમાં 5 ચીફ એકાઉન્ટ અધિકારીઓ બદલાઈ ગયા છે, અને હાલ ઈન્ચાર્જ તરીકે છઠ્ઠા ચીફ એકાઉન્ટ ઓફિસર તરીકે જે મહિલા અધિકારી ફરજ બજાવી રહ્યા છે. તેની મૂળ પોસ્ટ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોવાથી તેઓ અહીં અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન મ્યુનિ.એ બિલ્ડરોને પધરાવતા દેતા NSUIએ કર્યો વિરોધ, 20ની અટકાયત

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1,542 ચોરસ મીટર કરોડો રૂપિયાની કિંમતી  જમીન મ્યુનિ. કોર્પોરેશને બિલ્ડરોને પધરાવી દેતા વિવાદ ઊભો થયો છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા મ્યુનિ. કોર્પોરેશનને અત્યાર સુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી. આથી આ મામલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code