1. Home
  2. Tag "science"

વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ ખોરાક કેવી રીતે ખાય છે, જાણો તેની પાછળનું વિજ્ઞાન?

ખોરાક એ દરેક વ્યક્તિની જરૂરિયાતનો એક ભાગ છે, કોઈ પણ વ્યક્તિ ખોરાક વિના જીવનની કલ્પના પણ કરી શકતું નથી. પરંતુ ખોરાક એવો હોવો જોઈએ કે તે આપણા શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરે, એટલે કે એવું ખાવું જે આપણા શરીરને પોષણ પૂરું પાડે. આપણે ખોરાક એટલા માટે ખાઈએ છીએ કે આપણે સ્વસ્થ રહી શકીએ, પરંતુ કેટલાક લોકો […]

એક સમાન ચહેરાવાળી બે વ્યક્તિઓ મામલે શું માનવું છે વિજ્ઞાનનું?

તમે ઘણી બધી ડબલ રોલ વાળી ફિલ્મો જોઈ હશે. હેમા માલિનીએ સીતા-ગીતામાં ડબલ રોલ કર્યો હતો, સલમાન ખાન જુડવામાં ડબલ રોલમાં હતો. આ ઉપરાંત, ઘણી બધી ફિલ્મોમાં અભિનેતાઓ કે અભિનેત્રીઓના ડબલ રોલ જોવા મળ્યા છે. પરંતુ શું વાસ્તવિક દુનિયામાં પણ એવું શક્ય છે? કારણ કે એવું કહેવાય છે કે દુનિયામાં એક જ પ્રકારના સાત લોકો […]

ડાર્ક ચોકલેટ માસિક ધર્મનો દુખાવો કેવી રીતે ઘટાડે છે? આ છે આખું વિજ્ઞાન

દર મહિને જ્યારે માસિક ધર્મનો સમય આવે છે, ત્યારે સ્ત્રીઓના ચહેરા પર સ્મિતને બદલે દુખાવો, થાક અને ચીડિયાપણું દેખાવા લાગે છે. પેટમાં ખેંચાણ, કમરનો દુખાવો અને મૂડ સ્વિંગ માત્ર દિવસ બગાડે છે, પણ રોજિંદા જીવનને પણ મુશ્કેલ બનાવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ કહે કે ચોકલેટનો એક ટુકડો, તે પણ ડાર્ક ચોકલેટ, તમારા દુખાવાને ઓછો […]

‘વિકસિત ભારત’ બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી મોદીની હાકલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને “વિકસિત ભારત” બનાવવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને, ખાસ કરીને આપણા યુવા સંશોધકોને શુભકામનાઓ. ચાલો આપણે વિજ્ઞાન અને નવીનતાને લોકપ્રિય બનાવવાનું ચાલુ રાખીએ, અને […]

જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં હાલ ઝડપી પરિવર્તન થઈ રહ્યું છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ​​(3 ઓક્ટોબર, 2024) રાજસ્થાનના ઉદયપુર ખાતે મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઝડપી પરિવર્તનનો સમય છે, જે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ થઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા “વિદ્યાર્થીની ભાવના” જાળવી રાખવાની સલાહ આપી. તેમણે કહ્યું […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

સંસ્કૃતિ અને વિજ્ઞાન એક-બીજાના વિરોધી નહીં પરંતુ પુરક છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ‘ચંદ્રયાન-3’ની સફળતા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, સંસ્કૃતિ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. ‘ચંદ્રયાન-3ની સફળતા અને અવકાશ ક્ષેત્રે આપણા રાષ્ટ્રની સિદ્ધિઓ વિશેની ચર્ચા’માં લોકસભામાં તેમણે એમ પણ કહ્યું કે, ‘ચંદ્રયાન-3’ની સફળતા એ તમામ લોકો માટે […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા 20મી ફેબ્રુઆરીથી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે તે અગાઉ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) બોર્ડની વેબસાઇટ sciprac.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલા મોબાઇલ નંબર અથવા […]

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code