1. Home
  2. Tag "sea"

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી […]

જાફરાબાદના દરિયામાંથી ગુમ થયેલામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો

જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટએ જળ સમાધિ લીધી હતી, બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા, હજુ 8 માછીમારો લાપત્તા છે અમરેલીઃ થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક એમ ત્રણ બોટએ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. ત્રણેય બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી બે માછીમારો મૃતદેહો મળી આવ્યા હતા. […]

અમરેલીઃ દરિયામાં ગુમ થયેલા ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા હતાં, હજુ 8 લાપતા

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના ત્રણ મૃતદેહ મળ્યા હતાં.હજુ 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતાં, 11 માછીમારો લાપતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું […]

ગીર સોમનાથઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

રાજકોટઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, […]

દર વર્ષે દરિયામાં ડૂબી રહ્યું છે આ એરપોર્ટ, અહીંથી 91 શહેરો માટે ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે

જાપાનનું કાન્સાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક હાલમાં ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. ઓસાકા ખાડીની મધ્યમાં બે કૃત્રિમ ટાપુઓ પર બનેલું આ વિમાનમથક સતત જમીનમાં ધસી રહ્યું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે જાપાને તાત્કાલિક પગલાં લેવા પડશે. અહેવાલ મુજબ, ટાપુની સપાટી અત્યાર સુધીમાં 3.84 મીટર ડૂબી ગઈ છે. […]

દરિયામાં ગરકાવ થયેલા પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા તપાસ શરૂ કરાઈ

નવી દિલ્હીઃ આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલા સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરૂપે પુરાતત્ત્વ વિભાગની મહિલા સભ્યો સહિતની પાંચ સદસ્યોની ટીમ દ્વારા સંશોધન કાર્યનો પ્રારંભ કરાયો છે. ટીમે ગોમતી […]

દરિયામાં ચાલતા મોટા જહાજોને કેવી રીતે રોકવામાં આવે છે જાણો

બધા વાહનોને રોકવા માટે બ્રેક હોય છે. પરંતુ પાણીના જહાજોમાં બ્રેક હોતા નથી. હા, પાણીનું વહાણ બ્રેક વગર રોકાઈ જાય છે. જહાજોને રોકવા માટે કઈ તકનીકોનો ઉપયોગ થાય છે. જ્યારે પણ કોઈ વાહન રસ્તા પર ચાલે છે, ત્યારે તેને ક્યારેક અચાનક બ્રેક લગાવવી પડે છે. જેના કારણે ગાડી તરત જ અટકી જાય છે. પરંતુ પાણીના […]

કન્યાકુમારીના દરિયામાં બનેલો દેશનો પહેલો કાચનો પુલ, જાણો તેની વિશેષતા

તમિલનાડુમાં કન્યાકુમારીના સમુદ્રમાં દેશનો પ્રથમ કાચનો પુલ બનાવવામાં આવ્યો છે. સીએમ એમકે સ્ટાલિને સોમવારે આ કાચના પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ બે પ્રાચીન વસ્તુઓને જોડવાનું કામ કરશે. આ કાચના પુલનો ઉપયોગ કરીને હવે લોકો વિવેકાનંદ મેમોરિયલથી તિરુવલ્લુવર પ્રતિમા સુધી પહોંચી શકશે. હવે લોકોને સ્મારકથી પ્રતિમા સુધી જવા માટે કોઈપણ પ્રકારની બોટની જરૂર નહીં પડે. […]

દરિયાના એક લીટર પાણીમાં આટલું બધું મીઠું હોય છે, તમે સાંભળીને ચોંકી જશો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરિયાનું પાણી ખારું કેમ છે? જ્યારે નદીઓ અને તળાવોનું પાણી મધુર છે. દરિયાનું પાણી ખારું થવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે. વાસ્તવમાં, દરિયાના પાણીમાં ઓગળેલા ઘણા પ્રકારના ખનિજો હોય છે, જેમાંથી સૌથી વધુ માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, જેને આપણે સામાન્ય મીઠું કહીએ છીએ. દરિયાના એક લિટર પાણીમાં સરેરાશ […]

આંદામાનના દરિયામાંથી 6000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, છની અટકાયત

નવી દિલ્હીઃ દેશમાં નશાનો કાળો કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાંથી રૂ. 6000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. તેમજ માછીમારી બોટમાં સવાર છ વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. ભારતીય સુરક્ષા દળોએ આ શખ્સોની પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code