1. Home
  2. Tag "sea"

અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો બન્યો ગાંડોતુર, માછીમારોને દરિયા ન ખેડવા અપાઈ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અનેક શહેરો અને નગરોમાં વરસાદ વરસ્યો છે. જો કે, આજે અમદાવાદમાં ઉઘાડ નીકળ્યો હતો. જો કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. તેમજ […]

ઓખા નજીક દરિયામાં 4 ડોલ્ફિનનો રમતિયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

જામનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલા છે. જેમાં જામનગરથી દ્વારકા સુધીનો દરિયામાં અનેક જીવ સૃષ્ટિનો વસવાટ કરે છે. પિરોટન ટાપુ પર તો જળજીવ સૃષ્ટિને નિહાળવા માટે અનેક પર્યટકો આવતા હોય છે. તાજેતરમાં ઓખા નજીક સમુદ્રનો  ચાર ડોલ્ફિનનો રમતીયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને […]

આ દરિયામાં કોઈ ઈચ્છે તો પણ ડૂબતું નથી, સાત અજાયબીઓની યાદીમાં પણ સામેલ

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે દરિયો કેટલો ખતરનાક અને ઊંડો હોય છે. તમે ઘણા લોકોના ડૂબવાની વાર્તાઓ તો સાંભળી જ હશે, પરંતુ એવું કહેવાય છે કે માત્ર એક વાસ્તવિક તરવૈયા જ સમુદ્રમાં આનંદ લઈ શકે છે. આ ઈચ્છા પૂરી કરવા માટે ઘણા લોકો પોતાનો જીવ પણ લગાવી દે છે. પરંતુ જો તમને તરતા નથી […]

કચ્છમાંથી પકડાયેલા 7 પાકિસ્તાનીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, રૂ. 250 કરોડનું હેરોઇન દરિયામાં પધરાવ્યું

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન તાજેતરમાં પોલીસે કચ્છના દરિયાકાંઠા પાસેથી 7 જેટલા પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. જો કે, તેમની પાસેથી કંઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી. જો કે, પોલીસ દ્વારા તેમની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સ લઈને ગુજરાત […]

સિરક્રીકના સમુદ્રમાં બીએસએફ અને પાક. મરીનની બોટ નજીક આવી જતાં ચકમક ઝરી

ભુજ :  કચ્છની ભારે સંવેદનશીલ સિરક્રીક સરહદે ભારતીય સીમા સુરક્ષા દળ અને પાકિસ્તાન મરિનની ચોકિયાત નૌકાઓ પેટ્રોલિંગ સમયે સામસામે આવી જતાં થોડા સમય માટે મામલો તંગ બની ગયો હતો. આ બનાવ બન્યાને સમર્થન આપતા સીમાદળના ગુજરાત ફ્રન્ટીયરના આઇજીએ હવે સ્થિતિ સામાન્ય હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના સંવેદનશીલ ગણાતી સિરક્રિક દરિયાઈ જળસીમાં પર […]

સૌરાષ્ટ્રના ઘૂંઘવાટા સમુદ્રમાં 20 તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ તરીને જશે

દ્વારકાઃ ગુજરાતમાં 1600 કિમી. દરિયા કિનારો આવેલો છે.જેમાં સૌરાષ્ટ્રના દરિયામાં અવાર-નવાર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રનો દરિયો તોફાની ગણાય છે. અને ઘૂંઘવાટા સમુદ્રમાં તરવાની સ્પર્ધા સાહસિક ગણાય છે. ત્યારે  સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી સોમનાથ સુધી આગામી તા.20મી ફેબ્રુઆરીના રોજ નવતર સ્પર્ધા યોજાશે. જેમાં સંભવત પ્રથમ વખત જ દ્વારકાથી દરિયો તરીને 20 તરુણો અને યુવાનો […]

ગુજરાતઃ વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે સુસવાડા મારતો પવન ફુંકાયો, દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં

માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના દરિયામાં કરંટ જોવા મળ્યો અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગઈકાલે ગાઢ ધમ્મુસની ચાદર છવાઈ હતી. દરમિયાન આજે સમગ્ર રાજ્યમાં સુસવાટા મારતો ફરવન ફુંકાયો હતો. જેથી લોકોએ ઠંડી અનુભવી હતી. બીજી તરફ દરિયામાં ઉંચા મોજા ઉછડ્યાં હતા. દરમિયાન તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરી છે. સુત્રોના […]

પોરબંદરના દરિયામાં બે દિવસીય તરણ સ્પર્ધામાં 600 સ્પર્ધકોએ હરખભેર ભાગ લીધો

પોરબંદર :  સ્વીમિંગ સ્પર્ધા કોઈ સરોવર કે નદીમાં નહીં પણ પોરબબંદરના દરિયામાં યોજાય રહી છે. યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત […]

જાફરાબાદની લાપતા બોટસહિત 8 ખલાસીઓની ભાળ મળતા થયો હાશકારો

મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો પોરબંદર: મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા. […]

ઓખા નજીક દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી, કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

ભૂજઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ માછીમારો દરિયો ખેડવા ઉપડી ગયા હતા. સાથે ગુજરાતની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું . દરમિયાન મધદરિયે એક બોટમાં ભીષણ આગ લાગી હતી. મધદરિયે જ બોટમાં આગ લાગતા માછીમારો ફસાયા હતા. જેઓને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડે 7 ભારતીય માછીમારોના જીવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code