ભારતમાં 2022માં સેવા ક્ષેત્રનો વિકાસ દર 8.4 ટકા નોંધાયો
                    નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022માં સેવા ક્ષેત્રમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો, જે અગાઉનાં નાણાકીય વર્ષમાં 7.8 ટકાનાં સંકોચનની તુલનામાં વર્ષ-દર-વર્ષ (YOY)માં 8.4% ની વૃદ્ધિ કરી રહ્યું છે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલાં આર્થિક સર્વેક્ષણ 2022-23માં આના પર પ્રકાશ પાડ્યો હતો. આ ઝડપી ઉછાળો સંપર્ક સઘન સેવાઓનાં પેટા-ક્ષેત્રમાં વૃદ્ધિ દ્વારા પ્રેરિત હતો, જેણે એકઠી થયેલી (પેન્ટ-અપ) […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

