1. Home
  2. Tag "south gujarat"

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]

વાવાઝોડાનું સંકટઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાવવાની શકયતા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાશે, તેમજ દરિયો તોફાની બનવાની સાથે 60થી 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. બે વર્ષ ગાઉ તાઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. રાજ્ય ઉપર ફરી એકવાર વાવાઝોડાનુ સંકટ તોડાઈ રહ્યું છે જેથી વહીવટી તંત્રને […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]

108 સેવા: દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક સમસ્યાના કારણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ આપ્યા

નવસારી : હેડ ઓફ ઓપરેશન ઇમરજન્સી સર્વિસ ગુજરાત રાજ્યના વડા સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત કરી સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ડાંગ જિલ્લામા કુલ 108 ઇમરજન્સી વાનની સેવાઓ, જયારે 4 ખીલખિલાટ વાહન સેવાઓ જિલ્લામા કાર્યરત છે, જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક જેવી સમસ્યાઓ હોવાના કારણે તેમણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ પણ આપ્યા છે. […]

સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવઃ રાજ્યપાલ

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 54મા પદવીદાન સમારોહના દિક્ષાંત પ્રવચનમાં ભારતના નવયુવાનોને અમૃત્તપુત્રો ગણાવ્યા હતા. તેમણે દેશની યુવાપેઢીનો ડંકો વિશ્વભરમાં વાગે છે એમ જણાવી યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી […]

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા અનુભવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. ભૂગર્ભમાં સક્રિય થયેલી ફોલ્ટલાઈનને પગલે ભૂકંપના આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયા છે. જો કે, સદનબીસે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આ આંચકા નોંધાયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં 4 ફેબ્રુઆરીના […]

દક્ષિણ ગુજરાતના તાપીમાં ભૂકંપનો આંચકો, 20 કિમીના વિસ્તારમાં ધરા ધ્રુજી

અમદાવાદઃ તૂર્કિ અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં હાલ બચાવકામગીરી ચાલી રહી છે, તેમજ તાજેતરમાં જ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં ભૂકંપનો આચંકો આવ્યો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે ફરીથી ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ઉકાઈના […]

ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

અમદાવાદઃ ઉત્તરભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું ઝાપટુ પડ્યું હતું. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. રાજ્યામાં ત્રેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તેમજ […]

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને ડીઝલ સબસિડી ન મળતા અચોક્કસ મુદતની હડતાળ,

નવસારીઃ  ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રમાં માછીમારીના વ્યવસાયથી હજારો માછીમારો રોજગારી મેળવી રહ્યા છે. છેલ્લા મહિનાઓથી અનેક વિટંબણાઓનો સામનો કરી રહ્યા છે. યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ અને ચાઇનાની કોરોનાની સ્થિતિની અસર મત્સ્યોદ્યોગ ઉપર જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાઈ મેવાનાં ભાવ 50 થી 60 ટકા ઘટવા સાથે […]

દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો, સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણમાં બેઋતુનો અનુભવ

અમદાવાદ: રાજ્યમાં શિયાળાનો દોઢ મહિનો વિતિ ગયો હોવા છતાં હજુ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયુ બન્યું છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code