1. Home
  2. Tag "start"

અમદાવાદમાં વેજલપુરના APMCથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ થશે

અમદાવાદઃ  શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું રુટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા.30મી ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું હતુ.  ત્યારબાદ પ્રથમ રૂટ્સનો એક રૂટ વસ્ત્રાલથી થલતેજને 2જી ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો. હવે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટનો આજે તા.  06 ઑક્ટોબરના રોજ પ્રારંભ કરવામાં આવશે. સૂત્રોના […]

આદ્યશક્તિ અંબાજીના દર્શન કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારાર્થે યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં યુવા કોંગ્રેસ દ્વારા યાત્રાધામ અંબાજીથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે […]

ગુજરાતના કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે 22મીએ દિલ્હીમાં રેલી યોજશે, આજથી લડતનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારી મંડળોએ પડતર પર્શ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ સાતમા પગાર પંચના બાકી ભથ્થાં સહિતની 14 પડતર માગણી ઉકેલવામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના વિરોધમાં 3થી 30મી સપ્ટેમ્બર સુધીના આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. જે મુજબ આજે […]

ગુવાહાટીમાં 27મી ઓગસ્ટથી પહેલી ખેલો ઈન્ડિયા મહિલા જુડો ટુર્નામેન્ટનો પ્રારંભ

નવી દિલ્હીઃ પહેલી ખેલો ઇન્ડિયા વિમેન્સ જુડો ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી ભારતમાં ચાર ઝોનમાં યોજાવાની છે. જુડો ટુર્નામેન્ટ એ ભારત સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ દ્વારા મહિલાઓ માટે રમતગમતની સ્પર્ધાઓને સમર્થન આપવા યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી ખેલો ઈન્ડિયા બીજી પહેલ છે. રાષ્ટ્રીય રાઉન્ડ પહેલા ચાર ઝોનમાં યોજાનારી આ ટુર્નામેન્ટ ઓપન ઝોનલ સ્તરની રેન્કિંગ […]

જૂનાગઢમાં નવતર પહેલઃ પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ થશે

અમદાવાદઃ જૂનાગઢ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ કરાવશે. જેમાં જૂનાગઢ વાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે. આ દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે બનશે. જેમાં પ્લાસ્ટીક જમા કરાવવાથી પ્રાકૃતીક ફુડ અને સરબત મળશે. જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત જૂનાગઢ માટે નવતર પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ  જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક […]

અયોધ્યાઃ ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરના ગર્ભગૃહના નિર્માણની કામગીરી શરૂ

લખનૌઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઈને આજે ઐતિહાસિક દિવસ છે. આજથી મંદિરના ગૃર્ભગૃહનું નિર્માણ શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આજે ગર્ભગૃહના નિર્માણની પ્રથમ ઈંટ રાખી હતી. આ સાથે તા. 29મી મેથી શરૂ થયેલુ સર્વદેવ અનુષ્ઠાન સમ્પન થયું હતું. સીએમ યોગી નિર્માણ સ્થળ પારે દ્રવિડ શૈલીમાં બનેલા મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સામેલ થયાં […]

ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, પ્રિમોન્સુન એક્ટીવીટીનો પ્રારંભ

રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી ચોમાસાના વહેલા આગમનની સંભાવના અમદાવાદઃ રાજસ્થાન ઉપર સર્જાયેલ લો પ્રેશરને લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરાઈ હતી. દરમિયાન ચરોતર પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. સવારથી જ સમગ્ર આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી રાહત મેળવી હતી. ચાલુ […]

તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 2600 બોક્સની આવક

જૂનાગઢઃ ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. કેસર કેરીનું મોટું યાર્ડ ગણાતા તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીરની પ્રખ્‍યાત કેસર કેરીના ભાવોમાં પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી આ વર્ષે હરાજીના પ્રથમ દિવસે સારીના કેરીના પ્રતિ બોક્સ સર્વોચ્‍ચ રૂ.1500 ના ભાવ બોલાયા હતા. હરાજીના પ્રારંભે પ્રથમ કેરીનું બોકસ […]

ગુજરાતમાં 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવાનો CMએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં 12થી 14 વર્ષની વયજૂથના 22 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવાનો આજથી પ્રારંભ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.5 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2થી […]

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીખ માગતા બાળકોને સિગ્નલ સ્કુલ બસ દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ

અમદાવાદ :  શહેરના ચાર રસ્તા પરના સિગ્નલો પર ભીખ માગતા અનેક બાળકો જોવા મળે છે. આવા ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાની ગુજરાત સરકારે અનોખી પહેલ કરી છે. આજથી રસ્તે રખડતા ગરીબ બાળકોને બસ દ્વારા સિગ્નલ સ્કૂલથી શિક્ષણ આપવાનો પ્રારંભ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું હતુ. અમદાવાદ શહેરમાં ભિક્ષુક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code