1. Home
  2. Tag "stray cattle"

ગુજરાતમાં વરસાદી સીઝનમાં મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વકરી

મહેસાણામાં આખલાએ એક વૃદ્ધનો લીધો ભોગ, નાના શહેરોમાં રખડતા ઢોર પકડવાની કાયમી કોઈ વ્યવસ્થા નથી, તળાજામાં પણ રખડતા આખલાને કારણે મુસાફરો ભરેલી રિક્ષાનો અકસ્માત અમદાવાદઃ  રાજ્યના અમદાવાદ, વડોદરા સુરત સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં ચોમાસાની વરસાદી સીઝનને લીધે રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે. રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી રાહદારીઓ […]

વડોદરામાં રખડતા ઢોરને પકડીને પુરવા માટેના ડબ્બાની કામગીરી આઉટસોર્સથી કરાશે

વડોદરા મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમીટીએ દરખાસ્તને મંજુરી આપી, વીએમસી ઢોરના ડબ્બાના આઉટસોર્સ માટે વર્ષે 1.74 કરોડ ખર્ચશે, ઢોરવાડા માટે 56 કરોડનું ઘાસ ખરીદવાના કામને પણ મંજૂરી વડોદરાઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર સામે મ્યુનિ. દ્વારા સમયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવે છે. રખડતા ઢોરને પકડીને ઢોર માટેના ડબ્બામાં પુરવામાં આવે છે. અને ઢોરમાલિકો દંડ ભરીને ઢોરને છોડાવી જતાં […]

સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય

રખડતા ઢોર જાહેર રોડ પર અડિંગો જમાવીને બેઠેલા હોય છે, શ્રવણ ટોકિઝ રોડ પર રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ, મ્યુનિ.એ કોઈ કારણોસર રખડતા ઢોર પકડવાની કાર્યવાહી અટકાવી દીધી છે, સુરેન્દ્રનગરઃ શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. રખડતા ઢોર શહેરના […]

થરાદ હાઈવે પર રખડતા ઢોરને પકડીને પાંજરપોળ મોકલાયા

હાઈવે પર રખડતા ઢોરને લીધે વારંવાર ટ્રાફિક જામ થતો હતો પાંજરાપોળમાં રખડતા ઢોરની યોગ્ય સારસંભાળ કરાશે નગરપાલિકાની કાર્યવાહીને લોકોએ આવકારી થરાદઃ શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે પર રખડતા ઢોરના ત્રાસથી વાહનચાલકો પરેશાન હતી. રખડતા ઢોર હોઈવે પર જ અડ્ડો જમાવતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હતા. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ  થરાદ […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં રખડતા ઢોરોના ત્રાસથી નાગરિકો પરેશાન

પાલિતાણાની બજારોમાં ઢોર અડ્ડો જમાવીને બેઠા રહે છે આખલાં દોડાદોડી કરતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ભયભીત બને છે, નગરપાલિકાના નિષ્ક્રિય તંત્ર સામે લોકોમાં રોષ પાલિતાણાઃ જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. પાલિતાણા શહેર વિકાસની દોડમાં પાછળ છે. કારણ કે શહેરના વિકાસમાં નગરપાલિકાના સત્તાધિશોને જ કોઈ રસ નથી. એવું લાગી રહ્યુ છે. શહેરમાં […]

અડાલજ-મહેસાણા હાઈવે પર રખડતા ઢોરને લીધે અકસ્માતનો ભય

અડાજલ નજીક હાઈવે પર ઢોર અડિંગા જમાવીને બેસી રહે છે. હાઈવે પર રખડતા ઢોરને પકડવાની જવાબદારી કોની ? હાઈવે પરના જબાણો હટાવાયા છતાંયે ટ્રાફિક જામની સમસ્યા યથાવત ગાંધીનગરઃ અડાલજ-મહેસાણા હાઈવે પર રખડતા ઢોરને લીધે અકસ્માતો ભય રહે છે. અડાલજ નજીક હાઈવે પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની […]

પાટણમાં રખડતા ઢોર પકડવા ધારાસભ્ય લાકડી લઈને નિકળ્યા

પાટણમાં જાહેર રસ્તાઓ પર અડ્ડો જમાવીને બેસતા ઢોર, નાગરિકોની ફરિયાદ બાદ ધરાસભ્ય પાલિકાની ટીમ સાથે નીકળ્યા, રખડતા ઢોરને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા પાટણઃ શહેરમાં જાહેર રોડ રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં હાલ વરસાદી સીઝનમાં રખડતા ઢોર ટોળેવળીને રોડ પર બેસી રહેતા હોવાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી […]

વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલા મ્યુનિ.ના કર્મચારીઓ પર પશુપાલકોએ કર્યો હુમલો

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરનો ફરી ત્રાસ વધતો જાય છે. વરસાદી સીઝન હોવાને કારણે પશુપાલકો તેમના ઢોર છૂટા મુકી દેતા હોવાથી ઢોર રોડ પર અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. તેના લીધે રાહદારીઓ અને ટ્રાફિકને પણ અડચણ થઈ રહી છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે  શહેરની ગોલ્ડન ચોકડી પાસે ઢોર […]

જૈનોના યાત્રાધામ પાલિતાણામાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરથી લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણાની મુખ્ય બજારમાં દબાણો ખડકાયેલા છે. ઉપરાત રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસતા હોવાથી નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. શહેરની નગરપાલિકાના સત્તાધિશો રખડતા ઢોર પકડવા અને રોડ પરના દબાણો દુર કરવામાં નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. જાહેર રોડ પર રખડતા ઢોરના અડિંગાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. પાલીતાણા શહેરમાં ઘણા […]

ભાવનગરના સિહોરમાં રોડ પર રખડતા પશુઓને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી

ભાવનગરઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરમાં તો રખડતા ઢોરની સમસ્યા દુર થઈ ગઈ છે, પણ નાના શહેરોમાં હજુપણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. કારણ કે નગરપાલિકાઓ પાસે રખડતા ઢોરને પકડવાની કોઈ વ્યવસ્થા નથી. ભાવનગરના સિહોર શહેરમાં છેલ્લા એક વર્ષથી રખડતા ખુંટીયા તથા પશુઓને ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં રખડતા ઢોરોએ બે વ્યકિતઓનો ભોગ લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code