1. Home
  2. Tag "stray cattle"

ભાવનગરના સિહોરમાં રોડ પર રખડતા પશુઓને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી

ભાવનગરઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરમાં તો રખડતા ઢોરની સમસ્યા દુર થઈ ગઈ છે, પણ નાના શહેરોમાં હજુપણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. કારણ કે નગરપાલિકાઓ પાસે રખડતા ઢોરને પકડવાની કોઈ વ્યવસ્થા નથી. ભાવનગરના સિહોર શહેરમાં છેલ્લા એક વર્ષથી રખડતા ખુંટીયા તથા પશુઓને ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં રખડતા ઢોરોએ બે વ્યકિતઓનો ભોગ લીધો […]

સુરેન્દ્રનગરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા ઠેર ઠેર જોવા મળે છે. રખડતા ઢોરને લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે. અને અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય છે. નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપવાની તો જાહેરાત થઈ છે પણ હાલ નાગરિકાને પાણી, ગટર, […]

ભાવનગરમાં મ્યુનિ.એ રખડતા ઢોર પકડવાનો કાન્ટ્રાક્ટ આપવા 6ઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડ્યું

ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર અંગે નવી પોલીસી અમલમાં મુકવામાં આવી છે.  મ્યુનિ. દ્વારા રખડતા ઢોર પકડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા માટે 6ઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડવું પડ્યુ છે, પણ કોઈ એજન્સી રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે તૈયાર નથી હાલ મ્યુનિ.ના કર્મચારીઓ અને કેટલાક બેલદારો દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોજના […]

પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, કલેકટરનો આદેશ પણ નગરપાલિકા માનતી નથી

પાલનપુરઃ ગુજરાતમાં મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ મહદઅંશે દુર થઈ ગયો છે. પણ નાના નગરોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. પાલનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી. જિલ્લા કલેકટરે અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને રખડતા ઢોરની સમસ્યા દુર કરવા આદેશ આપ્યો હતો. પરંતુ હજુ પણ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો […]

રખડતા ઢોર પકડવા જતાં કર્મચારીઓ પર થતાં હુમલા સામે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે શહેરોમાં રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર થયેલા હુમલા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે અધિકારીઓ પર હુમલાની ઘટનામાં શું કાર્યવાહી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી […]

સુરેન્દ્રનગર- વઢવાણમાં રખડતા ઢોરને પકડવા માટે આખરે મ્યુનિ. દ્વારા ઝૂંબેશ શરૂ કરાઈ

સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં વઢવાણ અને સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોર ઠેર ઠેર જોવા મળતા હતા. રખડતા ઢોરને લીધે ટ્રાફિક સમસ્યા પણ વકરી હતી. આ અંગે નગરપાલિકાના સત્તાધિશો રજુઆતો છતાં કોઈ પગલા લેતા નહતા. આખરે રાજ્ય સરકારે સુચના આપ્યા બાદ હવે નગરપાલિતાનું તંત્ર સફાળું જાગ્યુ છે. […]

રાજકોટમાં રખડતા ઢોર પકડાશે તો હવે 1500નો દંડ, RMCએ નવી પોલીસીને આપી મંજુરી

રાજકોટઃ રાજ્યના તમામ શહેરો માટે રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે પોલીસી બનાવી છે. અને રખડતા ઢોર સામે કડક દંડનિય જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી  મ્યુનિની કચેરી ખાતે મળી હતી. જેમાં રખડતા ઢોર છોડાવવાનાં દંડમાં ત્રણગણો વધારાને મંજૂર આપવામાં આવી હતી.  હવે પશુપાલકે ઢોર છોડાવવા 500ની જગ્યાએ 1500 દંડ ભરવો […]

ગાંધીનગરમાં હવે રખડતા ઢોર પકડાશે તો પશુપાલકો સામે પોલીસમાં ફરિયાદ કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મ્યુનિ. કોર્પોરેશને રખડતા ઢોર પકડવા માટે બેવાર ટેન્ડર પણ બહાર પાડ્યું હતું પણ કોઈ રિસપોન્સ ન મળતા ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યું છે. બીજીબાજુ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઢોર ત્રાસ અટકાયત અને નિયંત્રણ પોલિસીને બહાલી આપી દેવામાં આવી છે. હવેથી […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ લેવા કોઈનેય રસ નથી, ત્રીજીવાર ટેન્ડર બહાર પડાયું

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા માટે બેવાર ટેન્ડર બહાર પડાયા છતાંયે કોઈ એજન્સી કોન્ટ્રાક્ટ લેવા તૈયાર થતી નથી. એટલે ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં હાલ ઢોર પકડવા માટે જે એજન્સીની સમયમર્યાદા પુરી થઇ ગઇ હોવા છતાં તે એજન્સી પાસે જ કામ લેવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code