1. Home
  2. Tag "strike"

સુરતમાં રિક્ષા ભાડાંમાં રૂપિયા 5નો વધારો કરી દેતા વિરોધ, અંતે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રિક્ષાચાલકોએ પોતાની રીતે જ રિક્ષાભાડાંમાં રૂપિયા 5નો વધારો કરી દેતા પ્રવાસીઓ અને રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બીજીબાજુ રિક્ષાચાલકો હડતાળ પર ઉતરી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે ગુરૂવારે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા. સમયાંતરે સીએનજીના ભાવમાં બે વખત વધારો […]

રાજ્યમાં વડોદરા સિવાય સ્કૂલવાનચાલકોની હડતાળ, વાલીઓએ બાળકોને સ્કૂલે મુકવા જવું પડ્યું,

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા સરકારી તંત્રએ ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડિંગો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. તેમજ સરકારની સુચનાથી આરટીઓએ પણ પરમિટ વિના ચાલતી સ્કુલવાનો સામે પણ ઝૂંબેશ હાથ ધરતા સ્કૂલવાનચાલકો નારાજ બન્યા હતા. સ્કૂલવાનચાલકોએ પરમિટ માટે બેઃત્રણ મહિનાનો સમય આપવાની માગ કરી હતી. પણ આરટીઓએ માગ ન સ્વીકારતા આજે રાજ્યભરના […]

ગુજરાતમાં સ્કૂલવાન-રિક્ષાચાલકોની કાલે 18મીથી હડતાળ, વાન પાસિંગ માટે બે મહિનાનો સમય આપો

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સજાગ બન્યું છે. રાજ્ય સરકારની સુચના બાદ તમામ આરટીઓ દ્વારા પરમિટ વિના ગેરકાયદે દોડતી સ્કુલવાન અને રિક્ષાઓ સામે ચેકિંગની ઝૂંબેશ હાથ ધરી છે. તેથી સ્કુલવાન અને રિક્ષાચાલકો નારાજ થયા છે. દરમિયાન સ્કૂલવાન એસોએ સ્કૂલવાન અને રિક્ષાઓના આરટીઓ પાસિંગ માટે બેથી ત્રણ મહિનાનો સમય આપવાની માગ કરી છે. પણ માગ […]

રાજકોટમાં ઈલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરો સમયસર પગાર ન કરાંતા હડતાળ પર ઉતર્યા

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત ઈલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોને એજન્સી દ્વારા છેલ્લા 6 મહિનાથી સમયસર પગાર ચુકવાતો ન હોવાથી બસનાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.  શહેરના 80 ફુટ રોડ પરનાં ચાજિંગ સ્ટેશનમાં બસોના થપ્પા લાગી ગયા હતા. મ્યુનિ.ના અધિકારીઓએ એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે મંત્રણાઓ શરૂ કરી છે. ટુક સમયમાં પ્રશ્નનો નિવેડો લાવી દેવાશે. […]

સુરતમાં BRTSના ડ્રાઈવરો પુરતો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા,100 બસના પૈડા થંભી ગયા

સુરતઃ શહેરમાં BRTS બસ ચલાવવા માટે જુદી જુદી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બસના ડ્રાઈવરોને કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર આપવામાં આવે છે. પણ એજન્સી દ્વારા બસના ડ્રાઈવરોને નક્કી કર્યા મુજબનો પગાર ન આપતા ગુરૂવારે 140 જેટલાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતાં 100 BRTS બસના પૈડા થંભી ગયા હતા. જેના લીધે બસના પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો […]

અમદાવાદમાં SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથા સામે હડતાળ પર ઉતર્યા

અમદાવાદઃ શહેરની  મ્યુનિ.સંચાલિત SVP હોસ્પિટલના હાઉસકિપિંગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જે કોન્ટ્રાકટ કંપનીમાં 150થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા તેમને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરવાના મુદ્દે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરીને કર્મચારીને કાયમી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કર્મચારીઓએ બેનરો સાથે દેખાવો પણ કર્યા હતા. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન […]

રાજકોટમાં રિક્ષાચાલકે બસમાં ઘૂંસીને સિટી બસના ચાલકને મારમારતા ડ્રાઈવરો કર્યો ચક્કજામ

રાજકોટઃ શહેરના ત્રિકોણ બાગ નજીક સિટી બસના ચાલકે રિક્ષાને બસ સ્ટેન્ડથી દુર રોડ સાઈડ પર પાર્ક કરવાનું કહેતા રિક્ષાચાલક અને સિટીબસના ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. દરમિયાન રિક્ષાચાલકે બસમાં ઘૂંસીને બસના ડ્રાઈવરને મારમાર્યો હતો, આ બાબતની જાણ થતાં શહેરના સિટીબસના ડ્રાઈવરો એકાએક હડતાળ પર ઉતરી જતાં ચક્કાજામ સર્જાયો હતો. દરમિયાન એ-ડિવિઝન પોલીસ દોડી આવી હતી. […]

લો બોલો, ઈરાને કરેલી સ્ટ્રાઈક મામલે ભારતની જબરજસ્તીથી એન્ટ્રી કરાવતું પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ અને નવાઝ શરીફના નજીકના નજમ સેઠીએ ઈરાનના મિસાઈલ હુમલાને લઈને હાસ્યાસ્પદ દાવો કર્યો છે. તેણે એક ટીવી શોમાં કહ્યું કે ઈરાને ભારતના ઈશારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતને સંદેશો આપવા માટે જ ભાઈબંધ દેશ સામે બદલો લીધો હતો. […]

સ્ટ્રાઈકનું સંકટ:ચંદીગઢમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે નિર્ધારીત કરાય લિમિટ!

ચંદીગઢ: દેશભરમાં ટ્રકચાલકોના દેખાવની સાઈડ ઈફેક્ટ્સ દેખાવા લાગી છે. ચંદગઢમાં હવે પેટ્રોલ અને ડીઝલની ખરીદ સીમા નક્કી કરવામાં આવી છે. તેના પ્રમાણે, દ્વિચક્રી વાહનો બે લિટર સુધી પેટ્રોલ ખરીદી શકશે. જ્યારે ચાર પૈંડાવાળા વાહનો માટે આ મર્યાદા પાંચ લિટરની કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે હિટ એન્ડ રનના મામલામાં 7 લાખ દંડ અને 10 વર્ષ […]

ટ્રક ડ્રાયવરોની હડતાળ: પંજાબ, હરિયાણા, હિમાચલમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, ટૂરિસ્ટ ફસાયા

નવી દિલ્હી : હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ચક્કાજામને કારણે ઘણાં રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનું મોટું સંકટ ઉભું થઈ ગયું છે. ડ્રાયવરો અને ટ્રાન્સપોર્ટ વાહનોની હડતાળના કારણે ટેન્કર જે-તે સ્થાનો પર ફસાય ગઈ છે અને આ કારણથી પેટ્રોલ પંપો પર પણ ઓઈલની અછત સર્જાય છે. જાણકારી મુજબ, મોટા શહેરોમાં તો પેટ્રોલ પંપો પર હાલ ફ્યૂલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code