1. Home
  2. Tag "Students"

ગાંધીનગરમાં પ્રા. શાળાના શિક્ષકોને વધુ એક કલાકનો સમય આપી વિદ્યાર્થીઓને ભણાવવાનો આદેશ

ગાંધીનગર :  રાજ્યમાં કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડી હતી. એટલે જે વિદ્યાર્થી અભ્યાસમાં નબળા છે. તેમને વધુ ભણાવીને તૈયાર કરવાનું શિક્ષણ વિભાગે આયોજન કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને શાળાના સમય ઉપરાંત વધુ એક કલાક ભણાવવા ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓને મહત્વનો આદેશ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવો પડશે. […]

જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ વતન પાલનપુરની મુલાકાત લીધી, જુની યાદો કરી તાજી

અમદાવાદઃ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ પોતાના વતન પાલનપુરની મુલાકાત લીધી હતી. તેમજ તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તે પાલનપુરમાં વિદ્યાનગર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલી પોતાની યાદોને તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,  વંદનીય શિક્ષણગણ, આદરણીય મહાજનો, મારા વડીલો, સ્નેહીજનો, મિત્રો અને મારા વ્હાલા વિદ્યાર્થીઓ મને […]

શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને દ્વિ ચક્રી ઈ-વ્હીકલ ખરીદવા હવે રૂપિયા 12000ની સબસિડી અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રદુષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનો પર સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં હવે ધો. 9થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન ખરીદી કરે તો  રૂપિયા  12 હજારની સહાય આપવાનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે. આ યોજનાનો લાભ વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે. જોકે 8000 જેટલા વિદ્યાર્થીઓને સહાય આપવાનું […]

સરકારી ઈજનેરી કોલેજોના મોટાભાગના અધ્યાપકો હક રજા પર ઉતરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

અમદાવાદઃ સરકારના કર્મચારીઓ પોતાના હકની રજાનો વર્ષના અંતિમ મહિનામાં ઉપયોગ કરી લેતા હોય છે. નવા વર્ષે રજાઓ લેપ્સ ન થઈ જાય તેની કર્મચારીઓ તકેદારી રાખતા હોય છે. રાજ્યના સરકારી એન્જિનિયરિંગ કોલેજોના અધ્યાપકો, પ્રોફેસરો પોતાના વર્ષ દરમિયાન મળતી હક રજા પર એક સાથે ઉતરી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. મોટભાગની […]

નવા શૈક્ષણિક સત્રથી ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને વર્ષમાં 10 દિવસ ઈતર ઈતર પ્રવૃતિ કરાવાશે

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ભણતરના ભાર વચ્ચે પીસાય ગયા છે. ત્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત ઈતર પ્રવૃતિમાં રસ લેતા કરવા માટે શિક્ષણ વિભાગ નવા શૈક્ષણિક વર્ષથી એક નવો જ પ્રયોગ હાથ ધરશે. જેમાં વર્ષમાં 10 દિવસ વિદ્યાર્થીઓએ દફતર વિના જ શાળામાં આવવું પડશે. વિદ્યાર્થીઓને ગાર્ડનીંગ, મેટલ ફેબ્રીકેશન જેવી પ્રવૃતિઓ કરાવાશે. સૂત્રોના જણાવ્યા […]

કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હજુ ટેબ્લેટ અપાયા નથી, શિક્ષણ મંત્રીને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે 2021-22ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ અપાયા નથી. ટેબ્લેટ ક્યારે મળશે તેનો અધિકારીઓ જવાબ આપી શક્તા નથી. ત્યારે સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમાં એન્જિનિયરિંગ એસો.એ શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત કરીને વિદ્યાર્થીઓને સત્વરે ટેબ્લેટ આપવા માગણી કરી છે. ગુજરાતમાં કોલેજોના પ્રથમ […]

ચિલ્ડ્રન યુનિ.માં પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ હાજર રહેવાના આદેશ સામે અસંતોષ

ગાંધીનગરઃ ચિલ્ડ્રન યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. સત્તાધિશોના નિર્ણયોને કારણે વિવાદ થતો હોય છે. હાલ યુનિવર્સિટીની કેટલીક વિદ્યાશાખાઓની પરીક્ષાઓ ચાલી રહી છે. એટલે પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને હાજરી માટે આવવાની ફરજ પાડીને લાયબ્રેરી કે ખાલી વર્ગખંડમાં બેસાડી રખાતા હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જમાવ્યા મુજબ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોય […]

સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓએ કૂલપતિના બંગલે કર્યો સૂત્રોચ્ચાર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગિરનાર સહિત હોસ્ટેલો બહારગામના અનેક વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પ્રાશમિક સુવિધાના અભાવને લીધે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જેમાં યોગ્યરીતે સફાઈ થતી ન હોવાથી ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. પીવાના પાણી સહિત નાના-મોટા 16 જેટલાં પ્રશ્નોના ઉકેલ માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની […]

ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ હવે ભારતીય આયુર્વેદનો અભ્યાસ કરી શકશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં આયુર્વેદીક ઉપચારને કારણે લોકોમાં આયુર્વેદ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. એટલું જ નહીં વિદેશમાં પણ લોકો આર્યુવેદને અપનાવી રહ્યાં છે. દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં પણ હવે વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી શકશે. જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. […]

કેન્દ્ર સરકારે મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારએ મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. તેમજ આ અંગે જરુરી આજેશ પણ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં ધો-1થી 5ના બાળકોને રૂ. એક હજારની શિષ્યવૃત્તિ મળતી હતી. જ્યારે 6થી 8ના બાળકોને એલગ-અલગ કોર્સના હિસાબે શિષ્યવૃત્તિ મળતી હતી. કેન્દ્ર સરકારનું માનવુ છે કે, શિક્ષાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code