1. Home
  2. Tag "Students"

ખાનગી શાળાઓ EWS શ્રેણીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ના પાડી શકે નહીં: આશિષ સૂદ

નવી દિલ્હીઃ દિલ્હીની 1700 થી વધુ ખાનગી શાળાઓ EWS શ્રેણીમાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઈનકાર કરી શકતી નથી. જો ખાનગી શાળાઓ પ્રવેશ આપવાનો ઇનકાર કરશે તો દિલ્હી સરકાર કાર્યવાહી કરશે. પ્રવેશ સંબંધિત બધા દસ્તાવેજો જરૂરી છે દિલ્હી સરકાર શૈક્ષણિક સત્ર 2025-26 માટે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) હેઠળ પ્રવેશ માટે 5 માર્ચે લોટરી પ્રક્રિયા […]

અમદાવાદમાં 1.65 લાખ વિદ્યાર્થીઓ ધો-10 અને 12ની પરીક્ષા આપશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29, 726 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ 10માં 46,6020 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 21,840 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન […]

વિદ્યાર્થીઓનો પરિશ્રમ અને સમર્પણ ભારતને નવી ઉંચાઇઓ સુધી લઇ જશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે એક પ્રેરક શૈક્ષણિક સંવાદ કર્યો . આ વિશિષ્ટ કાર્યક્રમ આ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને પોતાના અનુભવોને શેર કરવા માટેનો એક અનોખો અવસર બન્યો. અમિત શાહે આ પ્રસંગે […]

વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો ઉત્સવઃ NIMCJ આયોજિત મિડીયોત્સવ ૨૦૨૫ની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ જોડાશે

અમદાવાદ : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતા મીડિયોત્સવની બીજી સિઝન, મિડીયોત્સવ ૨૦૨૫નું, ૨૨ ફેબ્રુઆરી શનિવારના રોજ ડો શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં રાજ્યભરની મીડિયા શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય કોલેજોના અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેશે. મીડિયોત્સવ […]

સુરક્ષા સેતુ સોસાયટી : 79,900થી વધુ વરિષ્ઠ નાગરિકો અને 49,000થી વધુ વિદ્યાર્થીઓનું થયું કાઉન્સેલિંગ

ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બર 2012માં સુરક્ષા સેતુ સોસાયટીની સ્થાપના કરવામાં આવી ત્યારથી રાજ્યભરમાં તેનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે અને રાજ્ય કોમ્યુનિટી પોલીસિંગમાં મોખરે રહ્યું છે. સુરક્ષા સેતુ સોસાયટી પહેલ હેઠળ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ, બાળકોની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આનાથી પોલીસ અને સમુદાય વચ્ચેનું જોડાણ મજબૂત બન્યું છે […]

પરીક્ષા પે ચર્ચાઃ પરીક્ષામાં તણાવથી બચવા માટે નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો ખાસ મંત્ર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના વાર્ષિક ‘પરીક્ષા પે ચર્ચા’ પ્રસારણના આઠમા સંસ્કરણ દરમિયાન પોષણ, તણાવનો સામનો કરવા અને નેતૃત્વ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે ‘જ્ઞાન’ અને પરીક્ષા બે અલગ અલગ બાબતો છે. તેમણે કહ્યું કે કોઈએ પણ પરીક્ષાને જીવનનું અંતિમ લક્ષ્ય ન માનવું જોઈએ. દેશના […]

એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓએ પપેટના માધ્યમથી આરોગ્ય-સ્વચ્છતાનો સંદેશ આપ્યો

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ (NIMCJ),અમદાવાદ ના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત માધ્યમોના અભ્યાસના ભાગરૂપે પપેટ મેકિંગ વર્કશોપ યોજાયો હતો.પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પપેટ મેકિંગની કલાને સમજી હતી અને વર્કશોપના અંતે નિદર્શન પણ કર્યું હતું. પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલે સંસ્થાના વિદ્યાર્થીઓને આ વર્કશોપ દરમિયાન વિવિધ દેશોમાં પરંપરાગત માધ્યમ […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

ગુજરાતઃ શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન નહીં લઈ શકે, શિક્ષકો ક્લાસરૂમમાં નહીં કરેશે ઉપયોગ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક કરી હતી. સ્માર્ટફોનના વધુ પડતાં વપરાશને લીધે બાળકોમાં વાંચન […]

GUTSના 84 વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગાંધીનગરઃ પ્રત્યારોપણ-ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિશ્વપ્રસિદ્ધ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચની સંસ્થા-ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પાંચમા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલૉજી, નેફ્રોલૉજી, બાળ ચિકિત્સા નેફ્રોલૉજી અને ઍનેસ્થેસિયોલૉજીના ૮૪ સ્નાતકોત્તર ડૉક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code