1. Home
  2. Tag "Students"

જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ, PM મોદી ઉપર કર્યાં પ્રહાર

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે લોકસભાની ચૂંટણી પછી ભારતમાં ઘણું બદલાયુઃ રાહુલ ગાંધી નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. દરમિયાન જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી વર્જિનિયા જશે અને અહીં વસવાટ કરતા […]

કોલકત્તામાં રેપ અને હત્યા કેસઃ વિદ્યાર્થીઓની સચિવાલય ભવન સુધી નબન્ના માર્ચ યોજશે

નવી દિલ્હીઃ કોલકાતાના આરજી કર કેસમાં પીડિત પરિવારને ન્યાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ ‘નબન્ના માર્ચ’ ના ભાગરૂપે સચિવાલયની ઈમારતને ઘેરી લેવાની જાહેરાત કર્યા પછી કોલકાતા પોલીસે સચિવાલયની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. હાવડામાં સ્થિત નબન્ના ભવન રાજ્યનું સચિવાલય છે. પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ નામના સંગઠને આ માર્ચનું આયોજન કર્યું છે. આ વિરોધને ભાજપે પણ સમર્થન આપ્યું […]

અમદાવાદની લોટસ સ્કૂલ સીલ થતાં 300 વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ખસેડાશે

લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ન ભરતા સિલિંગની કાર્યવાહી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે DEOએ લીધો નિર્ણય અમદાવાદ:  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ભરપાઈ ન કરતા બેન્ક દ્વારા શાળાનું બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું હતું. સ્કૂલના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી રકમ સમયસર […]

ઢાકેશ્વર મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, લઘુમતી કોમના વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

લઘુમતીઓ ઉપર હુમલા રાખવા મોહમ્મદ યુનુસે આપી ખાતરી વિદ્યાર્થીઓ સાથે યુનુસે આઠ મુદ્દા ઉપર કરી ચર્ચા નવી દિલ્હીઃ બાંગ્લાદેશના હિંદુ અને લઘુમતી વિદ્યાર્થીઓ વચગાળાના પ્રશાસક મોહમ્મદ યુનુસને મળ્યા હતા. આ મીટીંગ ઢાકેશ્વરી મંદિરમાં થઈ હતી. આ દરમિયાન તેમણે જે આઠ મુદ્દાની માંગણીઓ માટે અલ્ટીમેટમ આપ્યું હતું તેની ચર્ચા કરવામાં આવી હતી. યુનુસે તેમની માંગણીઓ પર […]

વિદ્યાર્થીજીવનનો સૌથી મોટો શત્રુ આળસ, વિદ્યાર્થીએ આળસથી દૂર રહેવુ જોઈએ : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલએ ગુરુપૂર્ણિમા સત્રમાં 8 વિદ્યાશાખાના વિવિધ 18 વિષયોમાં કુલ 1146 વિદ્યાર્થીઓને દીક્ષારંભ કરાવ્યો હતો. આ દીક્ષારંભ પ્રસંગે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,  પ્રાચીન સમયમાં દેશમાં આ કાર્યક્રમ ‘વિદ્યારંભ સંસ્કાર‘ તરીકે ઓળખાતો હતો. […]

NTAના સુધાર માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉચ્ચ સ્તરિય સમિતિએ સૂચનો મંગાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય સમિતિએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના સુધારા અને સંભવિત પુનર્ગઠન અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે. પરીક્ષા સંસ્થા NTA પર પેપર લીક અને અન્ય ગેરરીતિઓનો આરોપ છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ સૂચનો માટે […]

MS યુનિવર્સિટીમાં વીજળી ડુલ થતાં વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં આપી પરીક્ષા

વડોદરાઃ શહેરમાં અસહ્ય ગરમીમાં એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન શુક્રવારે લો ફેકલ્ટી ભવનમાં પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખારવાયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવાની ફરજ પડી હતી. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં લો ફેકલ્ટી ખાતે પણ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી […]

વિદ્યાર્થીઓને આત્મહત્યાથી બચાવવા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના, મેડિકલ કોલેજોમાં સર્વે કરાશે

નવી દિલ્હીઃ મેડિકલ સ્ટુડન્ટ્સને આત્મહત્યા અને ડિપ્રેશનથી બચાવવા માટે દેશમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાનો સર્વે કરવામાં આવશે. નવી દિલ્હી સ્થિત નેશનલ મેડિકલ કમિશન (NMC) એ જણાવ્યું હતું કે, એન્ટી રેગિંગ કમિટી દ્વારા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેણે તમામ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરોનો ઓનલાઈન સર્વે કર્યો છે. NMCના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં મેડિકલ […]

અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં કોપી કરતા 16 પરીક્ષાર્થીઓ CCTV કેમેરા મારફતે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. હવે ગેરરીતીના બનાવવો શોધવા માટે વર્ગખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં 16 જેટલા કોપી કેસ સામે આવ્યાં છે. જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓએ પણ બોર્ડની પરીક્ષા આપી હતી. દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર જેટલા કેદીઓ કોપી કરતા ઝડપાયાં […]

“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન, NIMCJ ના વિદ્યાર્થીઓએ મતદાન કરવાની શપથ લીધી

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાની શપથ લીધી હતી. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે આજે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ સંસ્થામાં યોજાઇ હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code