ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નહીં અપાય બઢતી
નવી દિલ્હીઃ શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. આ નિર્ણયથી, હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.જોકે, વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે. આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.
શિક્ષણનું સ્તર સુધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લીધો છે. હવે ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓની આગળના વર્ગમાં બઢતી આપવામાં નહી આવે. નાપાસ થનાર વિદ્યાર્થીને બે મહિનાની અંદર બીજી પરિક્ષા આપવાની તક મળશે. પરંતુ જો તેઓ ફરીથી નિષ્ફળ જશે, તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં.
tags:
Aajna Samachar Breaking News Gujarati Class 5 Class 8 Failed Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates No promotion Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Students Taja Samachar viral news