1. Home
  2. Tag "Supreme Court"

જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સર્વેની માંગ સાથે હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં મસ્જિદના વજુખાનાના સર્વેની માંગણી કરવામાં આવી છે. અરજીમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને શિવલિંગને નુકશાન પહોંચાડ્યા વિના સર્વેનો નિર્દેશ કરવો જોઈએ. વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી સમગ્ર જગ્યાને સીલ કરી દેવામાં આવ્યો છે. હિન્દુ […]

સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું PM મોદી ઉદઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીનાં રોજ બપોરે 12 વાગ્યે સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતના પંચોતેરમા વર્ષનું અનાવરણ કરીને પ્રધાનમંત્રી નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલોનો શુભારંભ કરશે, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ડિજિટલ […]

રાહુલ ગાંધીનું સાંસદ પદ બહાલ થવા મામલે SC પહોંચેલા વકીલ પર જજ ભડક્યા, લગાવ્યો 1 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતાને બહાલ કરવાની સામે લખનૌના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જજોએ વકીલને ઠપકો આપતા આ મામલે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લખનૌના વકીલે પોતાની જાહેરહિતની અરજીમાં ગત વર્ષ ઓગસ્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા બહાલ કરનારું […]

બિલ્કીસ કેસમાં 11 દોષિતોની વહેલી મુક્તિ રદ, બે અઠવાડિયામાં સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી: 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને 2022માં સમય પહેલા મુક્તિ આપવાના ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે સોમવારે ગેરકાયદે ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ […]

ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, એકસાથે મળ્યા બે આંચકા

નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી મામલામાં લોકસભામાંથી હકાલપટ્ટી વિરુદ્ધ ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ છે. લોકસભામાંથી હાંકી કઢાયેલા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ સસ્પેન્શનના આદેશ પર રોક લગાવવાની અને ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની અભિષેક મનુ સિંઘવીની બંને અપીલ ઠુકરાવી દીધી. મહુઆ મોઈત્રાએ […]

CJI ભરી અદાલતમાં વકીલ પર થયા ગુસ્સે, મર્યાદા જાળવવાનું કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ- ચુપ, એકદમ ચુપ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એક દુર્લભ નજારો જોવા મળ્યો. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ ભરી અદાલતમાં એક વકીલ પર ભડકયા હતા. એક અરજીના લિસ્ટિંગના મામલા પર તીખી નોકઝોંક દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે એક વકીલને તેમના લહેજા માટે આકરો ઠપકો આપ્યો છે અને કોર્ટને ડરાવવા તથા ધમકાવવાની કોશિશો વિરુદ્ધ કડક ચેતવણી આપી. આ દરમિયાન જસ્ટિસ […]

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો ઝટકો,વહેલી સુનાવણીની વિનંતી નકારી કાઢવામાં આવી

દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણીની ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી છે. હકીકતમાં તાજેતરમાં નીચલી અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા હતા. નીચલી અદાલતના નિર્ણયને પડકારતાં ટ્રમ્પે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને વિનંતી કરી કે આ કેસની સુનાવણી જલ્દી થાય,જેને સુપ્રીમ કોર્ટે […]

લોકસભાનું સભ્ય પદ થવા મામલે મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

નવી દિલ્હીઃ તુણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાનું સભ્ય પદ રદ કરવાના નિર્ણયની સામે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. નાણાની બદલે સવાલ મામલે આચાર સમિતિની તરફથી લોકસભાના રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. લોકસભાના અધ્યક્ષે આચાર સમિતિના રિપોર્ટને સ્વિકારીને મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયની સામે મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી […]

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો […]

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાના મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાત મળી છે. આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. 5મી ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ના પ્રભાવને ખત્મ કર્યો હતો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code