1. Home
  2. Tag "surat"

સુરતમાં મોબાઈલની દૂકાનમાં આગ લાગી, બાજુમાં આવેલું ATM પણ ભડકે બળ્યુ

દુકાનમાં મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થઈ, ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું અનુમાન સુરતઃ શહેર નજીક વડોદ ગામમાં આવેલા મહાવીરનગરની મોબાઇલની દુકાનમાં અડધી રાતે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી ગઈ હતી, આગ લાગ્યાની જાણ કરાતા ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અંદાજે બે […]

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસના 5 મશીન 15 દિવસથી બંધ, દર્દીઓને મુશ્કેલી

ડાયાલિસિસ સેન્ટરમાં પ્રતિદિન 20થી વધુ ગરીબ દર્દીઓ આવે છે, અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન બંધ, દર્દીઓનો કલાકો સુધી બેઠા પછી નંબર આવે છે સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં 14 ડાયાલિસિસના મશીન પૈકી પાંચ મશીન છેલ્લા પખવાડિયાથી બંધ હોવાથી દર્દીઓને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડે છે. અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન […]

સુરતમાં સાડીના કારખાનામાં ફાયરિંગ કરી લૂંટનો આરોપી દિલ્હીથી પકડાયો

પૂર્વ કારીગરે તેના બે સાગરિતો સાથે કારખાનાના માલિકને નિશાન બનાવ્યા હતા, આરોપીઓએ કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી, ઇન્ડસ્ટ્રીઝની એક ખાલી જગ્યામાં પિસ્તોલ અને કારતૂસ દાટીને છુપાવ્યા સુરતઃ શહેરના પુણા ગામમાં ગઈ તા. 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટનો બનાવ બનતા શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસે તપાસ હાથ ધરી હતી. લૂંટ […]

સુરતમાં 1.07 કરોડના ઈ-સિગારેટના જથ્થા સાથે બે યુવાનો પકડાયા

શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલ નજીક વેચાણ થતુ હતું, આરોપીઓ ટેટુ પાર્લરની આડમાં ઈ-સિગારેટનું વેચાણ કરતા હતા, દિલ્હીથી ચાલતું હતું વિતરણનું નેટવર્ક સુરતઃ  શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં શાળાઓની નજીક ટેટૂ પાર્લરની આડમાં ચાલતા ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણનો સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે બે ઈસમોને 1,07,01,400 ની કિંમતના ઈ-સિગારેટના મુદ્દામાલ સાથે […]

સુરતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પડદાફાશ, 164 બેન્કોમાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા

વાહન ચેકિંગ દરમિયાન બે શખસો પાસેથી બેન્કોની પાસબુકો પકડાતા કૌભાંડ પકડાયુ, વિવિધ બેન્કોના 164 ખાતામાંથી RBL બેંકનાં 119 એકાઉન્ટ છે, સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પોલીસે કરી પૂછપરછ સુરતઃ શહેરમાં પોલીસને બગાસુ ખાતાં પતાસુ મળ્યા જેવો ઘાટ થયો છે. પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક બાઈક પર બે યુવાનને જોતા તપાસ કરવામાં આવી […]

સુરતના કામરેજ હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 પ્રવાસીઓને ઈજા

એસટી બસ રેતી ભરેલા ટ્રક પાછળ અથડાઈ, એક પ્રવાસી બસમાં ફસાઈ જતા પતરૂ કાપીને બહાર કઢાયો, કીમ ચાર રસ્તા પાસે અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારી સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કામરેજ હાઈવે પર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. કામરેજ વિસ્તારમાં નેશનલ હાઇવે 48 પર દાહોદથી સુરત આવી રહેલી […]

સુરતમાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, સાયકલસવારને ટ્રકે અડફેટે લીધો

ટ્રક ડમ્પર પાછળ અથડાતા ટ્રકચાલકનું મોત, સાયકલસવારને ટ્રકે અડફેટમાં લેતા મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના હજીરા ખાતેથી ટ્રક લઈને પાંડેસરા તરફ આવી રહેલો ટ્રક ડમ્પર સાથે ટ્રકચાલકને થતા ગંભીર ઇજાને પગલે […]

સુરતમાં સિટી બસ અને બીઆરટીએસમાં માસિક પાસ યોજના બંધ કરાતા મુશ્કેલી

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે, બીઆરટીએસ બસના માસિક પાસ છેલ્લા 6 મહિનાથી બંધ કરાયા છે, QR બેઝ બસ પાસ સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો સુરતઃ શહેરમાં જાહેર પરિવહન સેવાનો વધુનો વધુ લોકો ઉપયોગ કરી શકે તે માટે મ્યુનિ. દ્વારા સિટીબસ સેવા તેમજ બીઆરટીએસમાં માસિક પાસ યોજના અમલમાં મુકી હતી. તેને સારોએવો […]

સુરતના સાડીના કારખાનામાં જુના કારીગરે બે રાઉન્ડ ફાયર કરી ધમકી આપી

સુરતના પૂણા ગામ નજીક સાડીના કારખાનામાં બન્યો બનાવ, જુના કારીગરને માથાકૂટ કરીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, મોબાઈલની લૂંટ કરી 10 લાખ તૈયાર રાખવાનું કહ્યું સુરતઃ શહેરના પુણા ગામમાં આવેલી સાડીના એક કારખાનામાં જુના કારીગરે કોઈ બાબતે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો બનાવ બન્યો છે. જોકે આ બનાવમાં કોઈને ઈજાઓ થઈ નથી. ફાયરિંગ કર્યા બાદ […]

સુરતના હજીરા વિસ્તારમાં ખૂલ્લી ગટરમાં બાઈક ખાબકતા બાઈકચાલકનું મોત

રાતના સમયે ફુડ ડિલિવરી કરીને બાઈકચાલક જઈ રહ્યો હતો, ગટરમાં કેમિકલ સહિત ગંદુપાણી હોવાથી યુવાનનું મોત નિપજ્યુ, જવાબદારો સામે પગલાં લેવા મૃતકના પરિવારજનોએ માગ કરી સુરતઃ શહેરમાં હજીરા વિસ્તારમાં ખૂલી ગટરમાં રાતના સમયે બાઈક ખાબકતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. બાઈકચાલક ફુડ ડિલિવરી બોય તરીકેનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાતના સમયે ફુડ ડિલિવરી કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code