1. Home
  2. Tag "surat"

સુરતમાં સાસુને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારનારા જમાઈની ધરપકડ

સુરત, 19 એપ્રિલ 2026: Son-in-law arrested for burning mother-in-law શહેરના પાંડેસરા વિસ્તારમાં સાળીની સગાઈના વિવાદમાં જમાઈ દ્વારા સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દેતા સાસુનું સારવાર દરમિયાન સુરત સિવિલ હસ્પિટલમાં મોત નિપજ્યું હતું. સાસુની હત્યા નિપજાવ્યા બાદ જમાઈ શિરડી ભાગી ગયો હતો. અને સુરત પરત ફરતા જ પોલીસે જમાઈને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. […]

પતિ સાથે રસોઈ બાબતે ઝઘડો થતાં પત્નીએ બે દીકરીઓને ઝેર પીવડાવી આત્મહત્યા કરી

સુરત, 16 એપ્રિલ 2026: Wife commits suicide by poisoning two daughters શહેરના ડભોલી ગામ વિસ્તારમાં સુમન પ્રતિક આવાસમાં રહેતા પતિ-પત્ની વચ્ચે રસોઈ બાબતે સામાન્ય ઝગડો થયો હતો. ત્યારબાદ પતિ હીરાના કારખાને કામે ગયા બાદ પત્નીએ તેની બે માસુમ દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી. માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર […]

સુરતમાં નકલી ઘીની ફેટકરી પર પોલીસે રેડ પાડી 2000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો

સુરત, 16 એપ્રિલ 2026: Police raid fake ghee factory શહેરમાં નકલી પનીર બાદ નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ છે. શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘી બનાવતી એક ફેટરી પર શહેર પોલીસની એસઓજીએ દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો 2000 કિલો જથ્થો જપ્ત કર્યો છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યું છે. કે એક કિલો શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી […]

સુરતમાં ભાજપ દ્વારા પેટા ચૂંટણીનું બેનર લગાવાતા સોશિયલ મિડિયામાં મજાક ઊડી

સુરત, 15 એપ્રિલ 2026: BJP’s by-election banner gets mocked on social media શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં અન્ય રાજકીય પક્ષો કરતા ભાજપ પ્રથમ હરોળમાં છે. શહેરના વૉર્ડ નંબર 14મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર ‘સામાન્ય ચૂંટણી’ના બદલે ‘પેટા ચૂંટણી કાર્યાલય’ લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા […]

સુરતના કોસંબામાં ડમ્પરે બે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

સુરત, 15 એપ્રિલ 2026: Three killed after dumper hits bike શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં પિતા-પૂત્ર સહિત ત્રણનો ભોગ લેવાયો છે. જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરઝડપે જઈ રહેલા એક બેકાબૂ ડમ્પર ચાલકે બે બાઈકને અડફેટે લેતાં બાઈકસવાર પિતા-પૂત્ર સહિત ત્રણના મોત નિપજ્યા હતા.નશાની હાલતમાં જણાતા ડમ્પરચાલકને […]

સુરતમાં ટોપ ચેમ્પિયન્સ લીગ સિઝન 4 માં શાઈનિંગ સ્ટાર્સ વિજેતા, લેજન્ડ્સ રનર અપ

સુરત, 15 એપ્રિલ 2026: એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સુધી રમાયેલ TCL (ટીમ ક્રિકેટ લીગ) સુરત સિઝન 4 સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનો સુંદર સમન્વય જોવા મળ્યો. આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ […]

સુરતમાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ગેન્ગના 4 શખસો પકડાયા

સુરત, 14 એપ્રલ 2026:  4 members of a gang making fake driving licenses arrested શહેરના કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગના ચાર શખસોને શહેર એસઓજી પોલીસે દબોચી લીધા છે. નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ગેન્ગની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, ગ્રાહકો પાસેથી જરૂરી માહિતી લઈને ઓનલાઇન ફોર્મ ભરતા. પરંતુ સરકારની સત્તાવાર ફી ભરતા નહીં કે […]

સુરતમાં ખાનગી સ્કૂલોના મોંઘા શિક્ષણ સામે સરકારી શાળાઓમાં પ્રવેશ માટે ધસારો

સુરત, 14 એપ્રલ 2026:  Rush for admissions to government schools મોંઘવારીએ માઝા મુકી છે, તેના લીધે મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે. ખાનગી શાળાઓની ફી હવે ઘણાબધા વાલીઓને પોસાતી નથી. ત્યારે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાં પ્રવેશ રદ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરત શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે ધસારો જોવા મળી […]

સુરતના મોટા વરાછામાં સ્કોર્પિયોએ રાહદારી 3 મહિલાને એડફેટે લેતા એકનું મોત

સુરત, 14 એપ્રલ 2026: One dies after Scorpio hits 3 female pedestrians શહેરના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે સોમવારે સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કારે રાહદારી ત્રણ મહિલાને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અબ્રામા […]

સુરતમાં ઝેર ભેળવેલા પ્રસાદના લાડુ આરોગતા પરિવારના ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા

સુરત, 13 એપ્રિલ 2026: Poisoned Prasad laddus શહેરમાં  ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખસો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં હવે પોલીસે CCTVના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉત્રાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code