1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં નકલી ઘીની ફેટકરી પર પોલીસે રેડ પાડી 2000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો
સુરતમાં નકલી ઘીની ફેટકરી પર પોલીસે રેડ પાડી 2000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો

સુરતમાં નકલી ઘીની ફેટકરી પર પોલીસે રેડ પાડી 2000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો

0
Social Share

સુરત, 16 એપ્રિલ 2026: Police raid fake ghee factory શહેરમાં નકલી પનીર બાદ નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ છે. શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘી બનાવતી એક ફેટરી પર શહેર પોલીસની એસઓજીએ દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો 2000 કિલો જથ્થો જપ્ત કર્યો છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યું છે. કે એક કિલો શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી તેમજ કેમિકલના એસેન્સ પામોલિન તેલના મિશ્રણથી 15 કિલો નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન (SOG) ગૃપે  “ઓપરેશન શુદ્ધી” અંતર્ગત મોટી કાર્યવાહી કરીને શહેરના સચિન GIDC વિસ્તારમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2,029 કિલોગ્રામથી વધુ ભેળસેળયુક્ત ઘી સાથે કુલ રૂ. 36 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  ‘સબકા ફૂડ્સ’ના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી, માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી ‘વિદુર ઘી’ તૈયાર કરવામાં આવતું હતું. પોલીસ તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો નકલી ઘી  તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નકલી ઘી ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ હોલસેલ ભાવે મોકલવામાં આવતું હતું. 100 MLના પાઉચથી લઈને 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકેજિંગ ઉપલબ્ધ હતું. ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકરો અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કૌભાંડમાં પાછળ બે મુખ્ય શખસના નામ સામે આવ્યા છે. પ્રથમ આરોપી ભરત પોલરા (રહે. કામરેજ, મૂળ અમરેલી) અને બીજો આરોપી અમીન વાઢવણિયા (રહે. ઘોડદોડ રોડ, સુરત) છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code