1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોતા બ્રિજ પર રેપિડો બાઈક પર ડમ્પર ફરી વળતા પેસેન્જર સહિત બેનાં મોત
ગોતા બ્રિજ પર રેપિડો બાઈક પર ડમ્પર ફરી વળતા પેસેન્જર સહિત બેનાં મોત

ગોતા બ્રિજ પર રેપિડો બાઈક પર ડમ્પર ફરી વળતા પેસેન્જર સહિત બેનાં મોત

0
Social Share

અમદાવાદ, 16 એપ્રિલ 2026: Two killed as dumper overturns on Rapido bike શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના એસજી હાઈવે પર ગોતા બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરને ઓવરટેક કરવા જતા રેપિડો બાઈક પર ડમ્પર ફરી વળતા બાઈકચાલક અને બાઈક પાછળ બેઠેલા પેસેન્જરનું મોત નિપ્જયું હતું. આ બનાવમાં ટ્રાફિક પોલીસે ઘટનાસ્થલે પહોંચીને ડમ્પરચાલકની ધરપકડ કરી હતી.

શહેરના ગોતા બ્રિજ પાસે ડમ્પરને ઓવરટેક કરવા જતાં રેપિડો બાઈક ચાલક અને પાછળ બેઠેલા પ્રવાસીનું ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. બ્રિજ ઉતરતી વખતે બાઈકનું હેન્ડલ ડમ્પર સાથે અથડાતા સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

અકસ્માતના આ બનાવ અંગે ટ્રાફિક પોલીસના કહેવા મુજબ મૂળ થરાદના વતની અને હાલ પાલડીના કોચરબ વિસ્તારમાં રહેતા નરપતભાઈ ડાંફી રેપિડોમાં બાઈક રાઈડર તરીકે કામ કરતા હતા. બુધવારે સાંજે પ્રવાસી સુશીલ યાદવ (મૂળ રહે. યુ.પી.)ને લઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. ગોતા બ્રિજ ઉતરતી વખતે નરપતભાઈએ આગળ જઈ રહેલા ડમ્પરને જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.ઓવરટેક કરતી વખતે બાઈકનું હેન્ડલ અચાનક ડમ્પર સાથે અથડાયું હતું, જેના કારણે નરપતભાઈએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સંતુલન બગડતા જ બાઈક ચાલક અને પ્રવાસી બંને સીધા ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયા હતા. ડમ્પરનું તોતિંગ વ્હીલ બંને યુવકોના શરીર પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને એસ.જી. હાઈ-વે ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code