સુરત, 14 એપ્રલ 2026: One dies after Scorpio hits 3 female pedestrians શહેરના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે સોમવારે સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કારે રાહદારી ત્રણ મહિલાને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે પૂરફાટ ઝડપે સ્કોર્પિયો કારે ત્રણ રાહદારી મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં ટીનુબેન રાઠોડ નામની મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાને ગંભીર હાલમાં સારવારમાં ખસેડાઈ છે. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટીને રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ કારચાલક 19 વર્ષીય યુવકને પકડીને ફટકાર્યો હતો. અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ 19 વર્ષીય રોશન ચંદુભાઈ માલવિયા તરીકે થઈ છે. રોશન સરથાણાની યોગેશ્વર સોસાયટીમાં રહે છે અને કોસ્મેટિકનો ઓનલાઇન વેપાર કરે છે. ગફલતભરી રીતે સ્કોર્પિયો ચલાવી નિર્દોષ મહિલાનો જીવ લેવા બદલ ઉત્રાણ પોલીસે રોશન વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સ્કોર્પિયો કારના ચાલક રોશન માલવિયા તેના મિત્રો જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયાએ એક દિવસના ભાડે સ્કોપિયો કાર લીધી હતી. પાંચેય મિત્રો અખો દિવસ કારમાં ફર્યા હતા. બાદમાં સાંજના સમયે મિત્રો કાર લઇ મોટા વરાછા આઉટર રિંગ રોડ ઉપર ગયા હતા. આ દરમિયાન રોશન કાર ચલાવતો હતો


