1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના કોસંબામાં ડમ્પરે બે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત
સુરતના કોસંબામાં ડમ્પરે બે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

સુરતના કોસંબામાં ડમ્પરે બે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

0
Social Share

સુરત, 15 એપ્રિલ 2026: Three killed after dumper hits bike શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં પિતા-પૂત્ર સહિત ત્રણનો ભોગ લેવાયો છે. જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરઝડપે જઈ રહેલા એક બેકાબૂ ડમ્પર ચાલકે બે બાઈકને અડફેટે લેતાં બાઈકસવાર પિતા-પૂત્ર સહિત ત્રણના મોત નિપજ્યા હતા.નશાની હાલતમાં જણાતા ડમ્પરચાલકને લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાના  કોસંબા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે ડમ્પર બેફામ રીતે હંકારીને સામેથી આવી રહેલા બે બાઈકને  અડફેટે લેતા બાઈક સવારો હવામાં ફંગોળાઈને સીધા રોડ પર પટકાયા હતા. આ કરુણ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક જ પરિવારના બે સભ્યો પિતા-પુત્રી અને રસ્તાની બાજુમાં કામ કરી રહેલો એક શ્રમિક સામેલ છે. આ ઉપરાંત, અન્ય એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ઝડપી લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ડમ્પર ચાલક ભારે નશામાં હોવાની આશંકા જણાતા રોષે ભરાયેલા ટોળાએ ડમ્પર ચાલક ભાગી ન જાય તે માટે તેને પકડીને એક ઝાડ સાથે બાંધી દીધો હતો.  આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

કોસંબાના પીઆઈ અમરજીત સિંહ રાણાએ જણાવ્યું હતું કે નશામાં ધૂત ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે. ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ તેજ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર કોસંબા વિસ્તારમાં ભારે શોક અને અરેરાટીનું મોજું ફરી વળ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code