1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરના 27 ગામોને સૌની યોજના થકી પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જ્યારે સિંચાઈના પાણી માટે 27 ગામોના લોકોએ આંદોલન શરૂ કર્યું છે. અને ગામના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સૌની યોજના થકી પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલનનો રવિવારે બીજો દિવસ હતો. જેમાં આંદોલનના બીજા દિવસે ચોટીલાના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ ઉપવાસી […]

સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના કોઠારીયા નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતના પગલે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. અન્ય એકને સારવાર માટે  શહેરની મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતો. આ બનાવની દુઃખદઘટના એ હતી કે, સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ કાણમાં જતા બનેવીનું અકસ્માતના પગલે મોત નિપજતાં સમગ્ર પંથકમાં […]

દેશમાં મીઠાંના કુલ ઉત્પાદનના 35 ટકા તો ઝાલાવાડના રણ વિસ્તારમાં ઉત્પાદન થાય છે

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિ.મીનો દરિયા કિનારો આવેલો છે. તેમજ કચ્છથી લઈને સુરેન્દ્રનગરના ખારાઘોડા અને પાટડી સુધીનો રણ વિસ્તાર આવેલો છે. દરિયાકાંઠા વિસ્તાર અને રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠું પકવવામાં આવે છે. એટલે દેશમાં મીંઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 70 ટકા છે. જ્યારે ઝાલાવાડ પંથકનો ફાળો 35 ટકા છે. દેશમાં મીઠાના કુલ ઉત્પાદમાં ગુજરાતનો ફાળો 70 […]

સુરેન્દ્રનગરમાં ગરમી વધતા ઝાડા-ઊલટીનો વાવર, 10 દિવસમાં 400 કેસ નોંધાયા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે.  વધતી જતી ગરમીને કારણે રોગચાળો પણ વકર્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં ઝાડા-ઉલટી સહિતના 400 જેટલા કેસ નોંધાયા છે. આ આંકડો એક જ હોસ્પિટલનો છે. ખાનગી સહિતની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓનો આંકડો ચિંતાજનક હોવાનું જાણવા મળે છે. લોકોને ગરમીથી બચવા બપોરના સમયે કામ વિના […]

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, મુસાફરોને પડતી મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે જિલ્લાના મુખ્ય ગણાતા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પર મુસાફરો માટે પાણીની કોઈ સુવિધા જ નથી. એસટી બસ સ્ટેશનમાં મુસાફરો હાથમાં ખાલી પાણીની બોટલ લઈને પાણી ભરવા માટે ભટકી રહ્યા છે.  બસ સ્ટેશનમાં પીવાના પાણી સુવિધા ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.  સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેશનમાં […]

સુરેન્દ્રનગરના કસવાળી ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ટોળાંએ કર્યો હુમલો

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં પોલીસ પર હુમલા કરવાના બનાવો પણ બની રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા નજીક આવેલા કસવાળી ગામે આરોપીઓને પકડવા ગયેલી મોરબી એલસીબીની ટીમ તેમજ ધજાળા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપર ચાલુ ડાયરામાં હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરતા આ ઝપાઝપીમાં ધજાળા પોલીસ ટીમના પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં […]

 ફરજ દરમિયાન શહીદ થયેલા વઢવાણના યુવકના ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા – સૌ કોઈની આંખો થઈ નમ

વઢવાણના શહીદ યુવાનના ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર ભૂજ ખાતે ફરજ દરમિયાન સાપ કરડવાથી થયા શહીદ સુરેન્દ્ર નગર – વઢવાણના યુવક જયપાલસિંહ ભુપતસિંહ બારડ ભુજ ખાતે ફરજ દરમિયાન શદીદ થયા હતા અહી તેઓને સાપ કરડતા મોત થયું હતુ.આજે વહેલી સવારે  અમદાવાદ એરપોર્ટથીસતેમના વતન વઢવાણ લવવામાં આવ્યો હતો જ્યા ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદની અંતીમ સંસ્કાર […]

સુરેન્દ્રનગર: જિલ્લા કલેકટરે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

યુક્રેનમાં ફસાયેલા લોકો માટે સહાય જિલ્લા કલેકટર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા કર્યો અનુરોધ વિરમગામ: ઘણા દિવસોના તણાવ અને આશંકાઓ બાદ આખરે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ યુદ્ધે ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિ સર્જી છે. જે પરિસ્થિતીને ધ્યાને લેતા યુક્રેનમાં અભ્યાસ અર્થે અથવા અન્ય કામગીરી માટે ગયેલ સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ […]

સુરેન્દ્રનગર: નવા બનેલા રોડમાં ગાબડું પડ્યું, અને લાંબા સમય માટે લોકો ટ્રાફિકમાં ફસાયા

સુરેન્દ્રનગરમાં હમણા જ બન્યા નવા રોડ નવા બનેલા રોડમાં પણ ગાબડું લોકો ટ્રાફિકમાં લાંબો સમય ફસાયા સુરેન્દ્રનગર: શહેરમાં તાજેતરમાં કરોડોના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા નવા રોડ રસ્તા બનાવવા આવ્યા છે. આવામાં શહેરની એમ.પી શાહ કોલેજ સામે તાજેતરમાં નવા બનાવેલા રોડ પર મસમોટું ગાબડું પડતા મેઈન રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયા. […]

અજાણી વ્યક્તિની ખરાબ દાનતનો ભોગ બનેલી પીડિતાને અભયમની ટીમે બચાવી

અમદાવાદઃ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતા અને અજાણી કિશોરીને મદદરૂપ બનવાની એક અજાણ્યા વ્યક્તિની ભલાઈના પગલે આદિજાતિ પરિવારની સગીર કિશોરી ની સુરક્ષા થઈ છે અને તે સુરક્ષિત રીતે પુનઃ પોતાના પરિવાર પાસે પહોંચી શકી છે. સુરેન્દ્રનગરમાં પિતા સાથે રહેતી સગીરાને એકલા મુકીને પિતા એક મરણપ્રસંગ્રમાં વતન છોટાઉદેપુર ગયા હતા. દરમિયાન અજાણી વ્યક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code