1. Home
  2. Tag "syria"

સીરિયાઃ બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ

સીરિયાના સુવાયદા પ્રાંતમાં એક અઠવાડિયાની સાંપ્રદાયિક હિંસા બાદ ડ્રુઝ લડવૈયાઓ, બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ 19 જુલાઈએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. 13 જુલાઈએ દમાસ્કસ હાઇવે પર ડ્રુઝ ઉદ્યોગપતિના […]

ઇઝરાયલ અને સીરિયા વચ્ચે યુદ્ધવિરામની અમેરિકી રાજદૂતે કરી જાહેરાત

અમેરિકી રાજદૂતના જણાવ્યા મુજબ, ઇઝરાયલ અને સીરિયા યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સીરિયાના નવા નેતા અહેમદ અલ-શારા યુદ્ધવિરામ માટે સંમત થયા છે જેને જોર્ડન અને તુર્કી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. રાજદૂત ટોમ બેરાકે સીરિયન લડવૈયાઓને હથિયાર ન ઉઠાવવા અને શાંતિપૂર્ણ ભવિષ્ય તરફ આગળ વધવા વિનંતી કરી છે. ઇઝરાયલે […]

મુસ્લિમ દેશ સીરિયામાં રમઝાનના મહિનામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું, 70ના મોત

સીરિયાના લટકિયા શહેરમાં બે જૂથો વચ્ચે થયું ભીષણ યુદ્ધ મોડી રાત્રે થયેલા આ યુદ્ધમાં આશરે 70 લોકો માર્યા ગયા જનરલ ઈન્ટેલિજન્સના ઘર પર ગોળીબાર કર્યો મુસ્લિમ દેશ સીરિયામાં પવિત્ર રમઝાનના મહિનામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. અસદના સમર્થકો અને સીરિયામાં સત્તા પર રહેલા એચટીએસ (હયાત-તાહિર અલ-શામ)ના લડાકુઓ વચ્ચે આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગુરુવારે મોડી રાત્રે […]

અમેરિકાએ સીરિયામાં અલ-કાયદાના ઠેકાણા પર કરી એરસ્ટ્રાઈક

અમેરિકી સેનાએ સીરિયામાં અલ-કાયદાના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે હુમલામાં માર્યો ગયેલો આતંકવાદી સમગ્ર વિસ્તારમાં અલ-કાયદા સાથે કામ કરતો હતો. આ પ્રસંગે સેન્ટકોમના કમાન્ડર જનરલ માઈકલ કુરિલાએ ઓપરેશનની સફળતા પર યુએસ આર્મીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અમે અન્ય જેહાદીને […]

સીરિયા તરફથી થઈ રહેલા ગોળીબારનો જવાબ આપવાનો લેબનોનનો આદેશ

સીરિયા તરફથી સરહદી વિસ્તારમાં થઈ રહેલા ગોળીબારના જવાબમાં લેબનીઝ સેનાએ તેના સૈનિકોને સામે હુમલો કરવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, સેનાએ પુષ્ટિ આપી છે કે રવિવારે લેબનીઝ સરહદી વિસ્તારોમાં તોપમારાનાં જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરહદ પર સર્વેલન્સ પોસ્ટ્સ, પેટ્રોલિંગ અને કામચલાઉ ચેક પોસ્ટ્સ સ્થાપવામાં આવી છે. […]

ઈજિપ્તના વિદેશ પ્રધાને યુએસનાં સ્ટેટ સેક્રેટરી સાથે ફોન પર સીરિયાની સ્થિતિ પર ચર્ચા કરી

ઈજિપ્તના વિદેશ પ્રધાન બદર અબ્દેલાટ્ટીએ યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે ગાઝા પટ્ટી અને સીરિયાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ માહિતી ઇજિપ્તના વિદેશ મંત્રાલયે આપી હતી. ચર્ચા દરમિયાન, અબ્દેલાટ્ટીએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ […]

સીરિયામાં તખ્તાપલટ બાદ ચીનનું ટેન્શન વધ્યું

સીરિયામાં બશર અલ-અસદની સત્તા ગુમાવવી એ ચીન માટે મોટી સમસ્યા બની શકે છે. ઉઇગુર પ્રભાવિત આતંકવાદી જૂથ તુર્કીસ્તાન ઇસ્લામિક પાર્ટી (TIP) એ સીરિયાથી ચીનના શિનજિયાંગ વિસ્તારમાં ‘જેહાદ’ ફેલાવવાની જાહેરાત કરી છે. 8 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા એક ભડકાઉ વીડિયોમાં, જૂથે પહેલા કરતા વધુ કઠોર ચીન વિરોધી નિવેદનો આપ્યા હતા. જૂથ ‘પૂર્વ તુર્કિસ્તાન’ પર ધ્યાન […]

સીરિયામાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચાર ભારતીયો પરત સ્વદેશ પહોંચ્યાં

નવી દિલ્હીઃ સીરિયામાં ઉથલપાથલ વચ્ચે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ચાર ભારતીય નાગરિકો દિલ્હી પહોંચી ગયા છે. ભારત સરકારની મદદથી ચારેય નાગરિકો ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ચારેય લોકોએ મદદ માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો. એક ભારતીય નાગરિકે કહ્યું કે, ઘરે પાછા આવીને ખૂબ જ સારું લાગે છે. ભારતીય દૂતાવાસે તેમને ઘણી […]

સત્તા પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા સીરિયામાંથી ભારતે પોતાના 75 નાગરિકોને બહાર કાઢ્યા

નવી દિલ્હીઃ ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. બહાર કાઢવામાં આવેલા લોકોમાં જમ્મુ અને કાશ્મીરના 44 યાત્રાળુઓનો સમાવેશ થાય છે જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે. […]

ઈઝરાયેલે બે દિવસમાં સીરિયા પર 250 થી વધુ હવાઈ હુમલા કર્યા

સીરિયામાં ઈઝરાયેલનું હવાઈ અભિયાન ચાલુ છે. દરમિયાન બે દિવસમાં સીરિયા ઉપર 250થી વધારે હુમલા કર્યાનું જાણવા મળે છે. સીરિયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ સીરિયામાં ઓછામાં ઓછા ત્રણ મોટા લશ્કરી લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. ડઝનબંધ હેલિકોપ્ટર અને ફાઈટર જેટ ઈઝરાયેલના હવાઈ હુમલા અભિયાનમાં સામેલ છે. ઈઝરાયલ દ્વારા આગામી દિવસોમાં હુમલાની સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code