
સીરિયાના લટકિયા શહેરમાં બે જૂથો વચ્ચે થયું ભીષણ યુદ્ધ
મોડી રાત્રે થયેલા આ યુદ્ધમાં આશરે 70 લોકો માર્યા ગયા
જનરલ ઈન્ટેલિજન્સના ઘર પર ગોળીબાર કર્યો
મુસ્લિમ દેશ સીરિયામાં પવિત્ર રમઝાનના મહિનામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. અસદના સમર્થકો અને સીરિયામાં સત્તા પર રહેલા એચટીએસ (હયાત-તાહિર અલ-શામ)ના લડાકુઓ વચ્ચે આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગુરુવારે મોડી રાત્રે સીરિયાના લટકિયા શહેરમાં બે જૂથો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, ગુરૂવારે મોડી રાત્રે થયેલા આ યુદ્ધમાં આશરે 70 લોકો માર્યા ગયા છે. હુમલાખોરોએ એકબીજા પર રોકેટ લોન્ચર્સ વડે હુમલો કર્યો હતો. આ હિંસાને જોતાં સીરિયામાં ફરી એકવાર અશાંતિનો માહોલ સર્જાવવાની શક્યતા વધી છે.
HTS લડાકૂઓએ ઘરો પર ગોળીબાર કર્યો
બશર અલ-અસદને હટાવીને સીરિયામાં સત્તા પર આવેલા હયાત-તાહિર અલ-શામના લડાકૂઓએ અસદના સમર્થકોના ઘરો પર ગોળીબાર કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. સીરિયન સુરક્ષા દળોએ એક ઈમારત પર ગોળીબાર કર્યો હતો. આ ઈમારતમાં પૂર્વ વડા અસદની સરકારના જનરલ ઈન્ટેલિજન્સ રહે છે. ગોળીબાર કર્યા બાદ અસરની જનરલ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ધરપકડ કરી હતી.
ગાઝા અને યુક્રેનમાં શાંતિ મંત્રણા
યુદ્ધની આગમાં ભભૂકી રહેલા ગાઝા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાની ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા પ્રયત્નશીલ બન્યા છે. ટ્રમ્પ યુક્રેનમાં પણ યુદ્ધ અટકાવવા પગલાં લઈ રહ્યા છે. બીજી બાજુ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો પણ કરી રહી છે. જો કે, સીરિયામાં સત્તા પરથી હટાવી દેવામાં આવેલા અસદ અને એચટીએસના લડાકુઓ અવારનવાર અથડામણ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતાં સીરિયામાં ફરી એકવાર યુદ્ધનો માહોલ સર્જાઈ શકે છે.