
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 2 આરોપીઓ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં લાંચ લેવાનો નવો કીમિયો સામે આવ્યો છે, આરોપીએ લાંચમાં રૂપિયાને બદલે જણસ માંગી હોવાની વાત સામે આવી છે. હાલમાં ગઢડા તાલુકામાં ટેકાના ભાવે કપાસની ખરીદી CCI કરે છે તેમાં કપાસના વજનનું બિલ મૂળ વજન કરતા 265 કિલો ઓછું બનાવી આરોપીએ લાંચ લીધી હોવાની વાત સામે આવી છે, કપાસની ગુણવત્તાની ચકાસણી કર્યા વિના ખરીદી કરવા માટે આરોપીઓએ કપાસની ખરીદી મૂળ વજન કરતા ઓછી બતાવી હતી, ACB એ કોમ્પ્યુટર ઓપરેટ તેમજ વચેટિયા સામે કાર્યવાહી કરી.
કેવી રીતે લાંચ માગી
CCI (The Cotton Corporation of India)નાઓ કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગઢડા તા. ગઢડા જિ.બોટાદ ખાતે ખેડુતો પાસેથી કપાસની ખરીદી કરે છે જે ખેડુતો પાસેથી થતી કપાસની ખરીદીમાં CCIના કર્મચારી/અધિકારી તથા કોટન જીનના સંચાલકો દ્વારા ખેડુતોના કપાસની કોઇ વૈજ્ઞાનીક ઢબે ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપાસ નબળો છે CCI આવા કપાસની ખરીદી નહી કરે તેવા યેનકેન પ્રકારે બહાના કાઢી ખેડુતોને હેરાન પરેશાન કરી ખેડુતો લાવેલ કપાસનુ વજન ઓછું દર્શાવી અંગત નાણાંકીય લાભ મેળવવાના આશયથી તે કપાસ લાંચ તરીકે મેળવી ભ્રષ્ટાચારની રીત અપનાવે છે.
કાચી ચીઠ્ઠીમાં કપાસનું વજન 2745 કિ.ગ્રા.ના બદલે 2480 કિ.ગ્રા. કરી આપ્યું
જે બાતમી આધારે ડિકોયરનો સહકાર મેળવી ગઇ તા.05/૦૩/2025 ના રોજ ડિકોય છટકાનું આયોજન કરતા પંચની હાજરીમાં ડિકોયરનું કપાસ ભરેલ ટ્રેકટરનો કોમ્પ્યુટરરાઇઝ વજન કાંટો કરી તેમના કપાસની ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપાસ ખાલી કરાવી નાખેલ અને ખાલી વાહન / ટ્રેકટરનું વજન કરાવતા કોમ્પ્યુટરરાઇઝ વજનકાંટાની સ્લીપ આપેલ જેમાં કપાસનુ નેટ વજન 2745 કિ.ગ્રા. થયેલ હતુ બાદ ડીકોયર ઇનવોઇસ લેવા જતા CCI ઓનલાઇન સાઇટ બંધ થઇ ગયેલ હોય આવતીકાલે બીલ બનાવડાવી લઇ જજો તેવુ આ કામના આરોપી નં.(૨)નાએ કહેલ જેથી આજ રોજ ફરી વખત ડિકોયરને પંચ સાથે મોકલતા આરોપી નં.(૨) નાએ કોમ્પ્યુટરરાઇઝડ વજનકાંટાની પહોંચ જોઇ તેના ઉપરથી એક કાચી ચીઠ્ઠીમાં કપાસનું વજન 2745 કિ.ગ્રા.ના બદલે 2480 કિ.ગ્રા. કરી આપ્યું.
એસીબીએ ગુનો નોધ્યો
CCIનુ બીલ બનાવવા મોકલતા આરોપી નં.(૨) ના કહેવાથી આરોપી નં.(૧) નાએ CCI ના પોર્ટલમાં ૨૪૮૦ કિ.ગ્રા. કપાસ ખરીદીનું ઇનવોઇસ બનાવેલ એ રીતે ઇનવોઇસ જોતા ૨૦ કિ.ગ્રા. કપાસના રૂ.૧,૪૯૪/- લેખે ૧ કિ.ગ્રા. કપાસના ૭૪.૭૧ રૂપિયા ભાવ મુજબ ઓછો દર્શાવેલ કપાસ ૨૬૫ કિ.ગ્રા.ના રૂ.૧૯,૭૯૮/- ના કપાસનું CCI કર્મચારી તથા કોટન મીલના સંચાલકે એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર રીતે પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ લાંચ તરીકે મેળવી ભ્રષ્ટાચાર કરી ડીકોયના લાંચના છટકા દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યો બાબત.