1. Home
  2. Tag "TEACHER"

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 100થી વધારે શિક્ષકો કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધો-1થી 5ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. દરમિયાન વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના 100થી વધારે શિક્ષકો કોરના સંક્રમિત થયા હોવાનો દાવો વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો. જેથી વાલીઓ અને અન્ય શિક્ષકોમાં ભય ફેલાયો છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું […]

લો બોલો, રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિનાના !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલોમાં સંતાનોને ભણાવવામાં વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં બીલાડીની ટોપની જેમ ખાનગી શાળાઓ ખુલવા લાગી છે. દરમિયાન વિધાનસભામાં સરકારે ખાનગી પ્રાથમિક શાળાઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યની 3065 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 જેટલા શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે […]

બનાસકાંઠાના ડીસામાં એક સ્કૂલના બે શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ થયા કોરાના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ધટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન ડીસાની એક સ્કૂલમાં બે શિક્ષક અને 9 વિદ્યાર્થી સહિત 11 વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભય ફેલાયો છે. […]

પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની વિચારણાઃ શિક્ષકોની ફરજનો સમય બદલાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હવે સરકાર દ્વારા પ્રાથમિક ધોરણના વર્ગો પણ શરૂ કરવાનું વિચારી રહી છે. આગામી દિવસોમાં ધો-6થી 8ના વર્ગો શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. રાજયની તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફરજનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરાશે. પ્રાપ્ત […]

પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષિકાનું બળજબરીથી કરાવાયું ધર્મપરિવર્તન

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. તેમજ અવાર-નવાર લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરીને તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન સિંધ પ્રાંતમાં એક હિન્દુ શિક્ષિકાનું બળજબરથી ધર્માંતરણ કરાવાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આઘટનાને લઈને સ્થાનિક તંત્ર મૌન ધારણ કરી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

“ટૂંક સમયમાં સફળ બનવાનો એક જ રસ્તો છે, સાચી દિશામાં મહેનત” : મિતેષ સોલંકી

અમદાવાદ: આજના સમયમાં સફળ બનવા માટે દરેક લોકો દિવસ રાત દોડી રહ્યા છે અને છત્તા પણ તેમને સફળતા મળતી નથી. કારણ અનેક છે પણ નિરાકરણ એક જ છે અને તે છે સાચી દિશામાં મહેનત.. હાલના સમયમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમને સફળ થવું છે પરંતુ કઈ દિશામાં મહેનત કરવી તેના વિશે જાણ નથી અને […]

RTIથી થયો ખુલાસો, દેશની સરકારી સ્કૂલોમાં છે 10 લાખ શિક્ષકોની અછત

રાજ્ય સરકારોને આધિન શિક્ષકોમાં 5.30 લાખની સંખ્યા ઓછી છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ 4.91 લાખ શિક્ષકોની સંખ્યા ઓછી નવી દિલ્હી : સરકારી સ્કૂલ અને સરકારી શિક્ષકોને લઈને જાતભાતના ટૂચકાઓ બનાવવામાં આવે છે. કોઈ કહે છે કે સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનારા બાળકો નક્સલી બને છે, તો કોઈ કંઈક બીજું કહે છે. પરંતુ આરટીઆઈથી એક મોટો ખુલાસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code