1. Home
  2. Tag "TEACHER"

કોરોના રસીકરણ અભિયાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા શિક્ષકની અનોખી પહેલ

ઘર આંગણે તૈયાર કરી વિશાળ રંગોળી રંગોળી મારફતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 15 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. બીજી તરફ સરકાર પણ લોકોને કોરોનાની રસી લેવા […]

અમદાવાદની સિવિલ સહિત બે હોસ્પિટલમાં શિક્ષકોને કોવિડ ડ્યુટી સોંપાઈ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. કોરોનાને કાબુમાં લેવા તંત્ર માટે પણ એક પડકાર ઊભો થયો છે. ત્યારે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એવા અમદાવાદમાં કોવિડ સેન્ટરો પર શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. શહેરની સિવિલ  અને મંજુશ્રી હોસ્પિટલમાં સિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે.આ બન્ને હોસ્પટલોમાં શહેરના શિક્ષકો હેલ્પ ડેસ્ક પર કામ કરી […]

સુરતમાં શિક્ષકોએ હવે હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવા જવું પડશે

સુરતઃ શહેરમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનને શુ કરવું તે સમજ પડતી નથી તેમ લાગી રહ્યુ છે.  તાજેતરમાં સુરતમાં મહાનગરપાલિકાએ શિક્ષકોને સ્મશાન ગૃહોમાં ફરજ સોંપાઈ હતી. મૃતદેહ ગણતરી માટે કર્મચારી સાથે શિક્ષકો પણ હાજર રહેશે તેવું કહ્યું હતું, આ નિર્ણયનો રાજ્યભરના શિક્ષકોમાં રોષ ફાટી નીકળતા અંતે નિર્ણય પાછો ખેચવો પડ્યો હતો. શિક્ષકો કામ વગરના […]

સુરતમાં શિક્ષકોને સ્મશાનગૃહમાં મૃતદેહ ગણવાની અને નોંધણીની કામગીરી સોંપાતા કચવાટ

સુરતઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી  છે. પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો તે પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતા કચવાટની લાગણી જોવા મળી […]

સુરેન્દ્રનગરની એક શાળાના 38 વિદ્યાર્થી અને ચાર શિક્ષકો થયાં કોરોના સંક્રમિત

વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરાયાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કરાયો ટેસ્ટ શિક્ષકો રાજકોટથી કરતા હતા અપડાઉન અમદાવાદઃ  ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન હવે હેલ્થ વર્કરની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી એક સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી […]

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 100થી વધારે શિક્ષકો કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધો-1થી 5ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. દરમિયાન વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના 100થી વધારે શિક્ષકો કોરના સંક્રમિત થયા હોવાનો દાવો વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો. જેથી વાલીઓ અને અન્ય શિક્ષકોમાં ભય ફેલાયો છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું […]

લો બોલો, રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિનાના !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલોમાં સંતાનોને ભણાવવામાં વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં બીલાડીની ટોપની જેમ ખાનગી શાળાઓ ખુલવા લાગી છે. દરમિયાન વિધાનસભામાં સરકારે ખાનગી પ્રાથમિક શાળાઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યની 3065 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 જેટલા શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે […]

બનાસકાંઠાના ડીસામાં એક સ્કૂલના બે શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ થયા કોરાના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ધટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન ડીસાની એક સ્કૂલમાં બે શિક્ષક અને 9 વિદ્યાર્થી સહિત 11 વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભય ફેલાયો છે. […]

પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની વિચારણાઃ શિક્ષકોની ફરજનો સમય બદલાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હવે સરકાર દ્વારા પ્રાથમિક ધોરણના વર્ગો પણ શરૂ કરવાનું વિચારી રહી છે. આગામી દિવસોમાં ધો-6થી 8ના વર્ગો શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. રાજયની તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફરજનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરાશે. પ્રાપ્ત […]

પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષિકાનું બળજબરીથી કરાવાયું ધર્મપરિવર્તન

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. તેમજ અવાર-નવાર લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરીને તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન સિંધ પ્રાંતમાં એક હિન્દુ શિક્ષિકાનું બળજબરથી ધર્માંતરણ કરાવાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આઘટનાને લઈને સ્થાનિક તંત્ર મૌન ધારણ કરી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code