1. Home
  2. Tag "Vaccine"

ભારતમાં કિશોરોના રસીકરણમાં ગુજરાત સૌથી આગળ, 4.94 લાખ કિશોરોને કરાયાં સુરક્ષિત

દિલ્હીઃ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે જ 40 લાખથી વધારે કિશોરોને રસીનો ડોઝ લીધો હતો. દેશમાં સૌથી વધારે કિશોરોને રસી ગુજરાતમાં આપવામાં આવી છે. ગુજરાતમાં 4.94 લાખ કિશોરોને રસી આપવામાં આવી છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં 20 હજારથી વધારે […]

હવે હું કોઈ ભય વગર સ્કૂલ જઈ શકીશઃ વિદ્યાર્થિની માન્યા પરમાર

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના રસીકરણનો પ્રારંભ થયો હતો. દરમિયાન અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં માન્યા પરમાર નામની વિદ્યાર્થિનીએ રસી લીધી હતી. તેમજ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે હું કોઈ પણ ડર વિના સ્કૂલે જઈ શકીશ. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ માન્યા પરમારે કહ્યું કે, “હવે હું નિર્ભિકપણે સ્કુલ […]

15થી 18 વર્ષના કિશોરોને રસીકરણઃ પ્રથમ દિવસે જ 13 લાખ તરૂણોને રસીનો ડોઝ અપાયો

દિલ્હીઃ દેશમાં કોરોના સામેની લડાઈને આજથી વધારે મજબુત કરવામાં આવી છે. દેશમાં 15થી 18 વર્ષના લગભગ 10 કરોડ બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આજથી રસીકરણનો પ્રારંભ થયો હતો. ત્યારે પ્રથમ દિવસે જ અત્યાર સુધીમાં 13 લાખથી વધારે બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જામવા મળે છે. સમગ્ર દેશમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો […]

વેક્સિન નિર્માતા ભારત બાયોટેક હવે કરશે આ કામ, DCGIએ આપી મંજૂરી

ભારત બાયોટેક વેક્સિન સ્ટોકને કરશે રી-લેબલ એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા મંજૂરી DCGIએ આપી છે મંજૂરી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે અને કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. આપને જણાવી દઇએ કે ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી […]

ગુજરાતઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમની હાજરીમાં જ 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. સવારથી જ રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો ઉપર મોટી સંખ્યામાં કિશોરો રસી લેવા માટે આવ્યાં હતા. સરકાર દ્વારા ગણતરીના દિવસોમાં જ 35 લાખથી વધારે કિશોરોને રસી આપીને કોરોનાથી સુરક્ષિત કરવાનું આયોજન કર્યું છે. મુખ્યપ્રધાન […]

દેશભરમાં 15થી 18 વર્ષના 10 કરોડ નવ યુવક-યુવતીઓને આજથી રસીકરણનો પ્રારંભ

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી હાલ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આજે સોમવારથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ થશે. સમગ્ર દેશમાં આ અભિયાન દરમિયાન 10 કરોડથી વધારે બાળકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ 35 લાખથી વધારે કિશોરોને […]

રસીકરણ અભિયાનઃ પાટણમાં બે દિવસમાં 15થી 18 વર્ષના 70 ટકા કિશોરોને રસી આપીને સુરક્ષિત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલ સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. પાટણમાં રસીકરણને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન બે દિવસમાં પાટણના 15થી 18 વર્ષના 70 ટકા બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં કોરોનાના કેસ આવે તે પૂર્વે તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રની બેઠક મળી […]

વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું: WHO

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. તેમજ ઓમિક્રોનના કેસમાં ઉછાડો આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું. તેમ WHO પ્રમુખે જણાવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે કહ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા માટે […]

15થી 18 વર્ષના બાળકોનું રસીકરણઃ વડોદરામાં 70 હજાર કિશોરોને રસીથી સુરક્ષિત કરાશે

અમદાવાદાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે. કિશોરોના રસીકરણને લઈને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન વડોદરામાં 70 હજાર કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. વડોદરાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા […]

કોરોના સામેની લડાઈઃ અફઘાનિસ્તાનને ભારતે કોરોના રસીના ડોઝની મદદ મોકલાવી

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનની પ્રજા ભુખમરાનો સામનો કરી રહી છે. બીજી તરફ અનેક મુશ્કેલીઓનો સામનો કરતા અફઘાનિસ્તાની પ્રજાની મદદ ભારત આવ્યું છે. ભારત સરકાર દ્વારા કોરોના મહામારીની લડતને વધારે મજબુત બનાવવા માટે કાબુલની હોસ્પિટલને કોરોના રસીનું દાન કર્યું છે. ગરીબી, ભૂખમરો અને બેરોજગારીથી પીડિત અફઘાનિસ્તાનમાં જીવવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code