1. Home
  2. Tag "vapi"

વાપીના રણછોડનગરના એક ફ્લેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો પકડાયો

ગાંજાની નાની પડીકી બનાવીને વેચાણ કરાતું હતું, પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી, આરોપીએ ઓરિસ્સાના શખસ પાસેથી ગાંજાનો જથ્થો મળવ્યો હતો. વલસાડઃ જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી સામે પોલીસ એવર્ટ બની છે, ત્યારે વાપીના છીરી રણછોડનગરમાં આવેલા ફલેટમાં પોલીસે છાપો મારી 14.269 કિ.ગ્રા. ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી જથ્થો આપનારા […]

વાપીના ચણોદમાંથી 10 કિલોથી વધુ ગાંજા સાથે 8 આરોપીની ધરપકડ કરાઈ

સુરતઃ વાપીના ચણોદ ગામે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 10.080 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો અને રોકડા રૂ.29,050 જપ્ત કર્યા હતા. પોલીસે નેટવર્ક ચલાવતી મુખ્ય સુત્રધાર મહિલા અને બે તરૂણ સહિત આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હે.કો. દિપકસિંહ અને હે.કો. હસમુખ ગીગાભાઈને મળેલી બાતમીના આધારે પી.આઇ એ. યુવરોઝ અને ટીમે […]

વાપીમાં ભીષણ આગ, 15થી વધુ ભંગારના ગોડાઉન બળીને રાખ

સુરતઃ વલસાડ જિલ્લાના વાપીમાં ભીષણ આગ લાગી છે. જિલ્લાના વાપી વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોદામમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતી હતી. આગમાં 1 થી વધુ કચરાના ગોદામો લપેટમાં આવી ગયા હતા. માહિતી મળતા જ 10 ફાયરની ગાડીયો ઘટનાસ્થળે પહોંચી ગયા.  વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. […]

વાપીના રમઝાન વાડી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરેલા ખાડામાં પડતા ત્રણ બાળકોનાં મોત

વાપી: શહેરના રમઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારના ત્રણ બાળકો વરસાદી પાણીથી ભરાયેલા ખાડાંમાં પડતા ત્રણેય બાળકોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. મૃતકોમાં સાત વર્ષીય હર્ષ તિવારી અને  રિધ્ધિ તિવારીનો સમાવેશ થાય છે. હર્ષ અને રિધ્ધિ બંને જુડવા ભાઈ બહેન હતા જ્યારે 9 વર્ષિય આરુષિ સોલંકી તેમની પડોશમાં રહેતી હતી. ત્રણેય બાળકોના મોતથી […]

વાપી પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી ટ્રેન ઉથલાવવાનો અજાણ્યા શખસોનો નિષ્ફળ પ્રયાસ,

વાપીઃ વલસાડ-મુબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠાના ફાટક નજીક રેલવે ટ્રેક પર રાતના સમયે કોઈ અજાણ્યા શખસોએ સિમેન્ટનો પોલ મુકીને ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખસોનો ઈરાદો ટ્રેનને ઉથલાવવાનો હતા. પણ રાતના સમયે પેટ્રેલિંગમાં નિકળેલી ટીમે ટ્રેક પર પડેલો સિમેન્ટનો પાલ જોતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને ગુડ્ઝ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અને રેલવે […]

વાપીમાં કલરની ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નિકળતા મેજર કોલ જાહેર કરાયો,

વલસાડઃ  જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કલર કંપનીમાં આગ ફાટી નિકળતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. આગએ જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા મેરજ કોલ જાહેર કરાયો હતો. ફાયરબ્રિગેડની 10 ટીમો દ્વારા ચાર કલાકની  ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વાપી […]

વાપીમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા

અમદાવાદઃ ભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં મંગળવારની મોડી રાતથી ધીમી ગતિએ મેઘ મહેર થઈ હતી. ત્યારબાદ વહેલી સવારે વાપી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લીધે વાપીનું જન જીવન અસરગ્રસ્ત બન્યું હતું. વાપી તાલુકામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા શહેરના તમામ […]

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ […]

વંદે ભારત ટ્રેનને ફરીવાર નડ્યો અકસ્માત, વાપી નજીક પશુની ટક્કરથી એન્જિનને થયું નુકશાન

વાપીઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાના બનાવો ફરી વાર બન્યા છે. વંદેભારત ટ્રેનના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પાંચમીવાર વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનની વચ્ચે પશુ આવી જતા મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ પાસે થોભાવી હતી. જેથી ટ્રેન […]

વાપીમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશઃ 68 કિલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા અને ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાપીમાં ડ્રગ્સ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. એનસીબીએ વાપીની એક ફેકટરીમાં છાપો મારીને 68 કિલો સાયકોટ્રોપિક પદાર્થોનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code