વાપીમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશઃ 68 કિલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા અને ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાપીમાં ડ્રગ્સ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. એનસીબીએ વાપીની એક ફેકટરીમાં છાપો મારીને 68 કિલો સાયકોટ્રોપિક પદાર્થોનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. […]


