
- બનાસકાઠા પાસે એવેલા સુઈ ગામ
- નડાબેટ ગામના સીમા દર્શન,વાઘા બોર્ડર જેવો જ માહોલ
આઈ લવ ઈન્ડિયા…..આમ આપણે કહેતા હોઈએ છીએ પરંતુ ખેરખર તો દેશના સામાડે દેશની રક્ષા માટે ખડેપગે રહેતા જવાનોઆ વાક્યને સાચુ સાબિત કરી બતાવે છે, આપણે સામાન્ય રીતે પ્રવાસમાં ઘણી જગ્યાઓ જતા હોઈએ છીએ, પરંતુ તમે ક્યારેક એવા વિસ્તારોની પણ મુલાકાત કરો કે જ્યા દેશની સરહદ આવેલી છે અને જવાનો દેશની રક્ષા માટે ખેડ પગે હોય છે.
ગુજરાતમાં આવો એક સીમાડો આવેલો છે જ્યા દેશના જવાનો પોતાના ઘરબારથી દૂર રહીને દેશની સરહદની રક્ષામાં જોડાયેલા હોય છે,અને આ જગ્યા છે બનાસકાઠા પાસે એવેલા સુઈ ગામ. જ્યા આવેલું છે નાડા બેટ.જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.બનાસકાંઠાના નડાબેટ ગામના સીમા દર્શનમાં તમને વાઘા બોર્ડર જેવો જ માહોલ જોવા મળશે.
અહી જવાવા રસ્તાઓ પર જાણે ખારાપાણીના ક્ષાર જામેલા હોય તેવી જમીન તમને જોવા મળશે, આસાથે જ જાણે દૂર દૂર સુધી દરિયો હોય તેવો એક અનુભવ પણ થશે, જોકે અહી અતંરિયાળ ગામો આવેલા છે,જ્યા પાકિસ્તાનની સરહદ પણ આવેલી છે.
નડા બેટ – સીમા દર્શન આપણા દેશવતીના જુસ્સાને ઓર વધારશે, આ ભૂમિ પર પગ મૂકતાની સાથે જ તકમારી દેશભક્તિ બે ગણી થયેલી જોવા ણળશે, તમારા શરીરમાં એક અલગ જોશ જોવા મળશે ,જાણે અહીંની ધરતીમાં જ દેશ ભક્તિ સમાયેલી હોય તેવો એહસાસ થશે.
24 ડિસેમ્બર 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે BSFની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી હતી . આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે , અહી આ જોવાનો કઈક અનેરો લ્હાવો છે.
નડા બેટ ખાતે ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના જે ખેલ યોજવામાં આવે છે, અહીં BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોની શૂરવીરતાના સુર તણી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ જોવા મળશે.આ તમામ આકર્ષણનું કેન્દ્ર છે.દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે આ સીમા દર્શન કાર્યક્રમનું આયોજન થાય છે જવાનોની પરેડને નજીકથી જોઈ શકાય.
સાહિન-