1. Home
  2. Tag "nadabet"

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે પતંગબાજોનો જમાવડો

પાલનપુરઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ-વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતાં મુખ્ય અતિથિ […]

નડાબેટમાં 12મી જાન્યુઆરીએ દેશ-વિદેશના પતંગબાજો દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

પાલનપુરઃ  ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર દ્વારા 12 જાન્‍યુઆરી, 2024 ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાશે.  આ પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગબોજો ભાગ લેશે. આ ઉત્સવને સફળ બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષસ્તામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે મિટિંગ યોજાઇ હતી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે […]

ગુજરાતની પ્રાથમિક શાળાઓને નડાબેટનો શૈક્ષણિક પ્રવાસ ગોઠવવા સરકારે આપી સુચના

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે રીટ્રીટ સેરેમની યોજાય છે. રાજ્યની સ્કૂલો નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે.  રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ નડાબેટમાં શૈક્ષણિક પ્રવાસનું […]

નડાબેટ નજીક નડેશ્વર મંદિર જવાના રસ્તા પર ખાનગી એજન્સીએ બેરિકેડ મુકતાં વિવાદ સર્જાયો

પાલનપુરઃ ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબેટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલીક જવાબદારી એક ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે.ખાનગી એજન્સીએ નડેશ્વરી માતાજીના મંદિર જવાના રસ્તા પર બેરિકેટ મૂકી રસ્તામાં અવરોધ કરતા વિવાદ સર્જાયો છે. એસ ટી બસ સહિતના તમામ વાહનો ટી જંક્શન અંદરથી જવાનો આગ્રહ રખાતાં વિકેન્ડ પર […]

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નડાબેટના રણ વિસ્તારમાં ભરાયા પાણી,

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં સારા વરસાદને કારણે નડાબેટ વિસ્તારના રણમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે ભારે વરસાદ ખાબકતાં થરાદ, ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે સુઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  પાણીની એક એક બુંદ માટે વલખા મારતો રણકાંઠો સમુદ્રમાં ફેરવાતા સ્થાનિકોમાં […]

ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે પ્રવાસીઓને આપી ખાસ ભેટ – ‘સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન ,જાણો તેની ખાસિયતો

ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન પ્રાવસીઓના આકર્ષમનું કેન્દ્ર બનશે નડાબેટ અનેક સુવિધાઓથી બનશે સજ્જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજરોજ રવિવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર વ્યુપૉઇન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વ્યુપોઈન્ટ પંજાબની વાઘા-અટારી બોર્ડરની તર્જ પર બનાવવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન વેબસાઈટપ્રમાણે , નાડા બેટ એક વિશાળ તળાવમાં […]

બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ટુરિઝમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત […]

નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે

પાલનપુરઃ  ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શનનું કામ પૂર્ણ થયું છે. નડાબેટ બોર્ડર પર દેશવાસીઓ સીમા દર્શન કરી શકે તથા આ વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવો  ઉદ્શ્યથી નડાબેટ વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે.  નડાબેટ સીમા દર્શનનું કાર પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સીમાદર્શન પ્રોજેકટનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ સેવાઇ […]

વાઘા બોર્ડરની જેમ બનાસકાંઠાના નડાબેટ ખાતે વિકાસ કરાશે

રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રવાસનના હેતુથી નિર્માણ પામી રહેલા સીમાદર્શન ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરીની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ભારત અને પાકિસ્તાન બોર્ડરની નજીક બનાસકાંઠાની સરહદે આવેલા નડાબેટ ખાતે દેશભક્તિમય સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થઈ રહેલા ટી-જંક્શન, પરેડ ગ્રાઉન્ડ, મ્યુઝિયમ, પ્રવાસીઓ માટે લોન્ઝ, ચિલ્ડ્રન પાર્ક અને પાર્કિંગ […]

નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશેઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નડાબેટ પહોચ્યા હતા અને નડેશ્વરી માતાના ભાવપૂર્વક દર્શન કર્યાં હતા. સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code