1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે પતંગબાજોનો જમાવડો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે પતંગબાજોનો જમાવડો

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે પતંગબાજોનો જમાવડો

0
Social Share

પાલનપુરઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ-વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતાં મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, આઈ.જી., ફ્રન્ટીયર, હેડ ક્વાર્ટર, ગુજરાત એ જણાવ્યું હતું કે, આ ગર્વ અને આનંદની ક્ષણ છે, ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે. જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે. ઉત્તરાયણનું મહત્વ મકરસંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે. અને તહેવારમાં તલ, લાડુ, ચીકી ખાવાની પણ પરંપરા છે. ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે બોર્ડર વિસ્તાર નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેહરિન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયા, સાઉદી અરેબિયા, સ્લોવેકીયા, શ્રીલંકા, યુ.એસ.એ સહિતના 16 દેશોના 42 પતંગબાજ, ભારતના કેરાલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત ” આઈ લવ મોદી” પતંગે લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા. જેમણે પતંગબાજોને ચિયર્સ અપ કરી ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code