Homeગુજરાતીરિંકુ સિંહ અને અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાનો મજાક કરતો વીડિયો વાયરલ

રિંકુ સિંહ અને અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાનો મજાક કરતો વીડિયો વાયરલ

મુંબઈઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. હવે બીજી મેચ ઈન્દોરમાં રમાશે. પ્રથમ મેચ બાદનો એક રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અફઘાનિસ્તાનનો ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝ ફ્લાઈટમાં રિંકુ સિંહની મજાક કરતો જોવા મળે છે.

https://www.instagram.com/kkriders/?utm_source=ig_embed&ig_rid=89018443-995d-4463-b4f8-9ee442027607

સુત્રોના જણાવ્યા અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. રિંકુ સિંહ ફ્લાઈટમાં આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન અફઘાન ખેલાડી ગુરબાઝ તેની નજીક જાય છે અને તેની આંગળી તેના નાક પાસે લઈ જાય છે. રિંકુને આ વાતની જાણ થતાં જ તે અચાનક ઊંઘમાંથી જાગી જાય છે. આ પછી, ગુરબાઝ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે. આ વીડિયો પર ફેન્સ તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. તેના માટે ઓપનર ગુરબાઝે 28 બોલનો સામનો કરીને 23 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 17.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત માટે રિંકુએ 9 બોલનો સામનો કરીને અણનમ 16 રન બનાવ્યા હતા. રિંકુએ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. હવે શ્રેણીની બીજી મેચ ઈન્દોરમાં રમાશે. આ શ્રેણીની પ્લેઈંગ ઈલેવનમાં રિંકુનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

સંબંધિત લેખો

Most Popular