
વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ રહેશે
મહેસાણાઃ જિલ્લાના ઐતિહાસિક ગણાતા વડનગરમાં ગુજરાત સરકાર દ્વારા તાના-રીરીનો મહોત્સવ દર વર્ષે યોજવામાં આવે છે. આજથી એટલે કે તા.21મી નવેમ્બરથી બે દિવસીય તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજાશે. આ મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે.
રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં આયોજિત તાના-રીરી મહોત્સવ 21-22 નવેમ્બર ના રોજ તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજો, વડનગર ખાતે યોજાશે. આ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ કલાઈમેટચેન્જ મંત્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવા રાજય હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં આજે મોનિકા શાહ,. કંકના બેનર્જી, આરતી અંકલિકર પોતાનુ શાસ્ત્રીય ગાયન તેમજ . અનુપમા ભાગવત પોતાનું સિતાર વાદન રજુ કરશે . જ્યારે કાલે 22 નવેમ્બરના રોજ એશ્વર્યા વારીયર શાસ્ત્રીય નૃત્ય અને મંજુલા પાટીલ શાસ્ત્રીય ગાયન તેમજ સુજાત ખાન સિતાર વાદન રજુ કરશે
આ કાર્યક્રમના આયોજક યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ સૌરભ પારગી તેમજ જિલ્લા કલેકટર એમ.નાગરાજન અને જિલ્લાના જન પ્રતિનિધિઓ તેમજ અધિકારી કલાપ્રેમી નાગરિકો સાથે ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે. કે, વડનગર એ ઐકિહાસિક નગરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવી રહી છે. વડનગરમાં તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. તાના-રીરી મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ 2010થી કરવામાં આવી છે. (File photo)