1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ભવ્ય જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ભવ્ય જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ભવ્ય જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

0
Social Share

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ તારિક રહેમાનના નેતૃત્વમાં પક્ષે મેળવેલી નિર્ણાયક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પાડોશી દેશમાં સત્તાના આ મોટા પરિવર્તન બાદ ભારત તરફથી મળેલી આ શુભેચ્છા બંને દેશોના ભવિષ્યના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા આ વિજયને બિરદાવતા લખ્યું હતું કે, “તારિક રહેમાનની આ જીત બાંગ્લાદેશની જનતાએ તેમના નેતૃત્વ અને વિઝનમાં મૂકેલા અતૂટ વિશ્વાસ અને ભરોસાનું સ્પષ્ટ પ્રમાણ છે.” પીએમ મોદીએ બાંગ્લાદેશમાં લોકશાહી પ્રક્રિયાની મજબૂતીને પણ આવકારી હતી.

ભારતની વિદેશ નીતિમાં બાંગ્લાદેશનું સ્થાન હંમેશા પ્રાથમિકતા પર રહ્યું છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એક લોકશાહી, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશનું સમર્થન કરવા માટે હંમેશા મક્કમ અને વચનબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મૈત્રી દક્ષિણ એશિયાની શાંતિ અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે.

વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેની બહુપરિમાણીય ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની તત્પરતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ વેપાર, સુરક્ષા અને કનેક્ટિવિટી જેવા વિવિધ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. તારિક રહેમાનના શાસનકાળમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને તેવા સંકેતો પણ આ સંદેશ દ્વારા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપ: પાક. સામેની મેચને લઈ તિલક વર્માએ ટીમ ઈન્ડિયાના માસ્ટર પ્લાનનો કર્યો ખુલાસો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code