1. Home
  2. ગુજરાતી
  3. ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,ટેસ્ટમાં બની નંબર-1 ટીમ
ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,ટેસ્ટમાં બની નંબર-1 ટીમ

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,ટેસ્ટમાં બની નંબર-1 ટીમ

0
Social Share

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની ગઈ છે.આ ઐતિહાસિક છે કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં ત્રણેય ફોર્મેટ, T20, ODI અને ટેસ્ટમાં રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે.ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 ટીમ બની છે.

ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ

T20 રેન્કિંગ – ભારત નંબર 1, 267 રેટિંગ

ODI રેન્કિંગ – ભારત નંબર 1, 114 રેટિંગ

ટેસ્ટ રેન્કિંગ – ભારત નંબર 1, 115 રેટિંગ

ICC દર બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરે છે.નાગપુર ટેસ્ટ સમાપ્ત થયા પછી આ પ્રથમ વખત હતું જ્યારે રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું છે, જેના કારણે ટીમ ઈન્ડિયાને અહીં બમ્પર ફાયદો થયો છે.હવે ટેસ્ટમાં ભારતના 115 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા નંબર-2 પર પહોંચી ગયું છે અને તેના 111 રેટિંગ પોઈન્ટ છે.

ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે પુરૂષોની ટીમ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 બની હોય.ભારતીય ટીમ પહેલાથી જ T20 અને ODI ફોર્મેટમાં નંબર-1 પર હતી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-2 હતી પરંતુ નાગપુરમાં ઈનિંગ અને 132 રને મળેલી જીત બાદ અહીં પણ ભારત નંબર-2 બની ગયું.

માત્ર એક ટીમ તરીકે જ નહીં, ભારતીય ખેલાડીઓએ તાજેતરની ICC રેન્કિંગમાં પણ જબરદસ્ત ફાયદો કર્યો છે.નાગપુર ટેસ્ટમાં સદી ફટકારનાર કેપ્ટન રોહિત શર્મા હવે બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર-8 પર આવી ગયો છે, તેના સિવાય ટોપ-10માં રિષભ પંત (નંબર સાત) એકમાત્ર અન્ય ભારતીય ખેલાડી છે.

બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર આવી ગયો છે, તેણે નાગપુર ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી.તેના સિવાય જસપ્રીત બુમરાહ નંબર-5 પર છે.જો ઓલરાઉન્ડરોની યાદીની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા નંબર-1 અને રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર પહેલાથી જ કબજો જમાવી ચૂક્યા છે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code