
સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ પ્રભાસની ફિલ્મ સાલારનું ટિઝર આઉટ
મુંબઈઃ- તાજેતરમાં સાઉથ સુપર સ્ટારની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મના સુપર સ્ટાર પ્રભાસની બીજી અપકમિંગ ફિલ્મ સાલારનું ટિઝર આજરોજ સવારે રિલીઝ કરવામાં આવ્યું છે જેણે દર્શકોની ફિલ્મ જોવાનો ઉત્સાહ વઘાર્યો છે.
જો કે દર્શકોને આદિપુરુષ પાસેથી જે આશાઓ હતી તે મળી નથી ત્યારે હવે આ આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે. રિલીઝ થયેલા આ ટીઝરમાં હાઈ વોલ્ટેજ એક્શન અને જબરદસ્ત સ્ટંટ તેમજ પ્રભાસની શક્તિશાળી ઝલક બતાવવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso&pp=ygUUc2FsYWFyIG1vdmllIHRyYWlsZXI%3D
આ ટિઝર રિલીઝ થતા જ ચર્ચાનો વિષય બન્યું છે સોસિયલ મીડિયા પર ટિઝર છવાયેલું છે.ટિઝર સવારે 5.12 મિનિટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અને કેજીએફ વચ્ચે ખાસ કનેક્શન છે. કેજીએફના એક સીનમાં રોકી ભાઈ જ્યારે સમુદ્રમાં જહાજ પર હુમલો કરે છે તો તેની ઘડિયાળમાં જે ટાઈમ જોવા મળે છે તે ટાઈમ પર સાલારનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.આમ બન્ને ફિલ્મનું એક બીજા સાથએ કનેક્શન જાડવામાં આવ્યું છે.
આ સહીત ફિલ્મમાં અભિનેતા ટીનુ આનંદ અને અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને ટીઝરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રભાસની ફિલ્મ સલાર 28 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્માતાઓએ ફિલ્મના પહેલા ભાગનું નામ ‘સલારઃ ધ સીઝ ફાયર’ પાર્ટ-1 રાખ્યું છે. આવી સ્થિતિમાં, આશા છે કે ફિલ્મના આગામીભાગ આવી શકે છે.
ડો ટીઝરની વાત કરીએ તો ટીઝરમાં પ્રભાસ ક્યારેક તલવાર તો ક્યારેક બંધુકથી પોતાના દુશ્મનો સાથે ફાઈટ કરતો નજરે પડે છે. આ ફિલ્મમાં પણ બાહુબલી અને કેજીએફની જેમ હાઈ લેવલ વીએફએક્સનો ઉપયોગ થયો છે ત્યારે ફિલ્મ હવે હિટ જાય છે કે કેમ તો તો રિલીઝ થયા પછી જ જકહી શકાય.