1. Home
  2. ગુજરાતી
  3. તો શું ભારતમાં VPN સર્વિસ પર પ્રતિબંધ મૂકાશે? સંસદીય સમિતિએ સરકારને કર્યો અનુરોધ
તો શું ભારતમાં VPN સર્વિસ પર પ્રતિબંધ મૂકાશે? સંસદીય સમિતિએ સરકારને કર્યો અનુરોધ

તો શું ભારતમાં VPN સર્વિસ પર પ્રતિબંધ મૂકાશે? સંસદીય સમિતિએ સરકારને કર્યો અનુરોધ

0
Social Share
  • હવે ભારતમાં VPN યૂઝ કરતા યૂઝર્સ માટે માઠા સમાચાર
  • ટૂંક સમયમાં ભારતમાં VPN સર્વિસ પર લાગી શકે છે પ્રતિબંધ
  • ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિએ તેના પર પ્રતિબંધ માટે અનુરોધ કર્યો

નવી દિલ્હી: કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ માટે વર્ચ્યૂઅલ પ્રાઇવેટ નેટવર્ક ઘણા અંશે ઉપયોગી સાબિત થાય છે અને યૂઝર્સ પોતાના અનેક હેતુઓ માટે તેનો ઉપયોગ કરતા હોય છે. ભારતમાં ઉપલબ્ધ ના હોય તેવા કન્ટેન્ટના એક્સેસથી માંડીને ગેરકાયદે વસ્તુઓના ઉપયોગ કરવા સહિતના ઉદ્દેશ્યો માટે યૂઝર્સ VPNનો ઉપયોગ કરતા હોય છે. VPNમાં લોકેશન પણ બદલાઇ જાય છે.

જો કે હવે ભારતમાં VPNનો વ્યાપકપણે ઉપયોગ કરતા યૂઝર્સ માટે માઠા સમાચાર છે. કારણ કે ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિએ સરકારને એવો અનુરોધ કર્યો છે કે, ભારતમાં VPNના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

સરકારને ભારતમાં VPNના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા સંસદીય સ્થાયી સમિતિએ અપીલ કરી છે. જો કે ભારતમાં તેના પર ક્યારે પ્રતિબંધ આવશે તે અંગે કોઇ ચોક્કસ માહિતી નથી મળી. દરેક ટેક્નોલોજીનો સારા અને નરસા ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરાય છે. જો કે VPN યૂઝર્સને ગુમાનમ રહેવામાં મદદરૂપ બને છે.

એવા અનેક લોકો છે જેઓ VPNનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે તેઓ પોતાના ડિવાઇસને હેક થવાથી બચાવવા માટે પબ્લિક નેટવર્ક કે સર્વરથી જોડાયેલા હોય. પરંતુ તેનો ખોટો ઉપયોગ પણ થાય છે. જો કે પોર્ન જોવા અથવા પ્રતિબંધિત ચીની એપ્સના એક્સેસ માટે તેનો થતો દૂરુપયોગ પણ તેના પર પ્રતિબંધ લગાવવા માટેનું એક કારણ હોઇ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code