1. Home
  2. ગુજરાતી
  3. SBIનું ડેબિટ કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતે કાર્ડ બ્લોક કરીને પૈસાને સુરક્ષિત કરો
SBIનું ડેબિટ કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતે કાર્ડ બ્લોક કરીને પૈસાને સુરક્ષિત કરો

SBIનું ડેબિટ કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતે કાર્ડ બ્લોક કરીને પૈસાને સુરક્ષિત કરો

0
Social Share
  • SBIના ગ્રાહકો માટે SBIએ સંદેશ જાહેર કર્યો
  • ડેબિટ કાર્ડ ખોવાઇ જાય તો આ રીતે કરો બ્લોક
  • અહીંયા આપેલા સ્ટેપ્સથી પણ કરી શકો છો બ્લોક

નવી દિલ્હી: SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે પોતાના 44 કરોડ ગ્રાહકો માટે એક જરૂરી સંદેશ મોકલ્યો છે. Debit કાર્ડ ખોવાઇ જવાની સ્થિતિ, ક્યાંક પડી જવાની અથા તો ચોરી થઇ જવાની સ્થિતિમાં તમારે શું કરવું જોઇએ તેને લઇને બેંકે ગ્રાહકોને માહિતગાર કરતો વીડિયો જાહેર કર્યો છે. તમે SBIએ દર્શાવેલી રીતથી પોતાનું ખોવાયેલું કાર્ડ બ્લોક કરાવી શકો છો.

SBIએ 1.25 મિનિટનો વીડિયો જાહેર કર્યો છે જેમાં પોતાના મોબાઇલથી કાર્ડ બ્લોક કરવાની રીત, રિપ્લેસમેન્ટ પદ્વતિ તેમજ નવા ડેબિટ કાર્ડ માટેની અરજી સંબંધિત જાણકારી અપાઇ છે. Sbi એ જાહેર કર્યું છે કે, ગ્રાહકે બેંકના ટોલ ફ્રી નંબર 1800 11 2211 અથવા 1800 425 3800 પર કૉલ કરવાનો રહેશે. ત્યારબાદ કાર્ડને બ્લોક કરવા માટે આપવામાં આવેલી રીત ફોલો કરવી પડશે.

તમારું કાર્ડ બ્લોક કરાવવા માટે તમારો મોબાઇલ નંબર બેંક પાસે રજીસ્ટર્ડ હોવો અનિવાર્ય છે. સાથે જ તમને તમારા ડેબિટ કાર્ડનો નંબર પણ ખબર હોવો જોઇએ. જેને તમે બ્લોક કરી શકો છો. કાર્ડ બ્લોક કર્યા બાદ તમે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS આવે છે. તેના પર તમે કાર્ડનો રિપ્લેસમેન્ટ ઑર્ડર આપી શકો છો. ઑર્ડર આપ્યા બાદ તમારા રજીસ્ટર્ડ સરનામા પર પહોંચી જાય છે.

આ રીતે કાર્ડને બ્લોક કરો

  1. સૌથી પહેલાંwww.onlinesbi.comમાં લોગ  ઇન કરો.
    2. ‘ઇ સર્વિસિઝ’ માં ‘ATM કાર્ડ સર્વિસિઝ’ ની અંદર ‘BLOCK ATM CARD’ ને સિલેક્ટ કરો.
    3. તે એકાઉન્ટને સિલેક્ટ કરો જે ડેબિટ કાર્ડ સાથે લિંક છે.
    4.  તમામ એક્ટિવ અને બ્લોક કરવામાં આવેલા કાર્ડ દેખાશે. તમારે કાર્ડના પહેલા 4 અને છેલ્લા 4 ડિજિટ દેખાશે.
    5. જે કાર્ડને બ્લોક કરવા માંગો છો, તેની સાથી કાર્ડને બ્લોક કરવાનું કારણ સિલેક્ટ કરો. પછી સબમિટ કરો.
    6. ડિટેલ્સ વેરિફાઇ અને અને કંફર્મ કરો. પછી તેને ઓથેંટિકેશનની રીત સિલેક્ટ કરો. OTP અથવા પાસવર્ડમાંથી કોઇ એક હશે.
    7. સવર્ડ અથવા OTP નાખો અને કંફર્મ બટન પર ક્લિક કરો.

તે ઉપરાંત તમે નેટ બેકિંગથી પણ કાર્ડ બ્લોક કરાવી શકો છો. તમે SBIની અધિકૃત વેબસાઇટ પર જઇને ઇન્ટરનેટ બેકિંગ દ્વારા પણ તમારા SBI કાર્ડને બ્લોક કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code