
બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવાની છે ચિંતા? તો બેફિકર રહો અને આ રીતે ઘરે બેઠા સરનામું બદલો
- બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવું છે?
- તો રહેજો બેફિકર
- અહીંયા આપેલા સ્ટેપ્સથી ઘરે બેઠા સરનામું બદલો
નવી દિલ્હી: આજે આધારકાર્ડની જેમ જ ચૂંટણી કાર્ડને પણ એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ ચૂંટણી કાર્ડ અતિ આવશ્યક દસ્તાવેજ છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતી વખતે તમને એ સવાલ ચોક્કસપણે સતાવતો હશે કે ત્યાં તમારું ચૂંટણી કાર્ડ કેવી રીતે બનાવાશે અને ક્યાં દસ્તાવેજોની આવશ્યકતા રહેશે. જો કે તમે બેફિકર રહો કારણ કે અમે આપને કેટલાક એવા સ્ટેપ્સ બતાવીશું જેનાથી તમે ઘરે થી જ ચૂંટણી કાર્ડનું સરનામું બદલી શકશો.
ફેબ્રુઆરી મહિનાથી દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી શરૂ થવા જઇ રહી છે અને તમે પણ મત આપવા માટે તૈયાર રહેજો. જો તમે પ્રથમવાર મતદાન કરવા જઇ રહ્યા છો તો ચૂંટણી કાર્ડ ઝડપથી બનાવવું અનિવાર્ય છે. તમે ઘરેથી પણ ચૂંટણી કાર્ડમાં સુધારા કરી શકો છો.
આ રીતે ચૂંટણી કાર્ડમાં સુધારા કરો
- સૌ પ્રથમ તમારે નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે
- ત્યારબાદ ત્યાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે
- આ પછી Correction of entries in electoral roll વિભાગ પસંદ કરવાનો રહેશે
- જ્યારે નવું પેજ ખુલશે ત્યારે તમને ફોર્મ 8 દેખાશે
- અહીં આપેલી તમામ આવશ્યક માહિતી દાખલ કરો
- સરનામું પણ એડ કરો
- આ બાદ કેટલાક દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- જેમાં એડ્રેસ પ્રૂફ તરીકે આધાર, લાઇસન્સ સામેલ છે
- હવે જે માહિતી બદલવાની હોય તે પસંદ કરવાની રહેશે
- જો તેમાં નામ હોય તો નામવાળી ટેબને પસંદ કરો
- હવે તમારો મોબાઇલ નંબર તેમજ ઇમેઇલ એડ્રેસ સબમિટ કરો
- હવે સબમિટ પર ક્લિક કરો
- વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સુધારા સાથેનું ચૂંટણી કાર્ડ મોકલવામાં આવશે