1. Home
  2. ગુજરાતી
  3. નેટવર્ક માટે વપરાતા Gનો શું છે અર્થ, જાણો 2G, 3G, 4G અને 5G એટલે શું?
નેટવર્ક માટે વપરાતા Gનો શું છે અર્થ, જાણો 2G, 3G, 4G અને 5G એટલે શું?

નેટવર્ક માટે વપરાતા Gનો શું છે અર્થ, જાણો 2G, 3G, 4G અને 5G એટલે શું?

0
Social Share
  • નેટવર્ક માટે G અક્ષરનો થાય છે ઉપયોગ
  • જાણો 3G, 4G, 5G એટલે શું
  • કોની કેટલી સ્પીડ હોય છે

નવી દિલ્હી: સામાન્યપણે કોઇપણ વ્યક્તિને સન્માનથી બોલાવવા માટે જી અક્ષરનો ઉપયોગ થાય છે. તે એક માનવાચક અક્ષર છે. જો કે ટેક્નોલોજી અને ઇન્ટરનેટની દુનિયામાં જીનો અર્થ અલગ જ થાય છે. અહીં Gનો અર્થ જનરેશન થાય છે. અહી જીની આગળ લાગેલા નંબર જનરેશન નક્કી કરે છે. જેથી ટેક્નોલોજીના વિકાસની સાથે જીની આગળ લાગતા આંકડામાં પણ વધારો થયો.

એક એવો સમય હતો જ્યારે ઇન્ટરનેટના વપરાશ વખતે સાઇટ પર ક્લિક કરવા માટે ટેબને ખુલવા માટે ખૂબ જ રાહ જોવી પડતી. એક ક્લિક કર્યા બાદ લોડિંગમાં વધારે સમય વપરાતો હતો. પરંતુ હવે તોમાટે ક્લિક કરવાની સાથે વિશ્વની તમામ વિગતો તમારી આંખની સામે આવી જાય છે. શરૂઆત 1Gથી થઇ અને ત્યારબાદ 2G, 3G, 4G અને 5G આવ્યું. હવે અત્યારે 5Gની બોલબાલા છે.

1G

1Gથી વાયરલેસ ફૉનની શરૂઆત થઇ હતી. આ પ્રકારના ફોનમાં એનેલોગ સિગ્નલનો ઉપયોગ થતો હતો. આ ટેક્નોલોજી સૌથી પહેલાં વર્ષ 1980માં માર્કેટમાં આવી હતી. જેની સ્પીડ લિમિટ 2.4 kbps હતી. જેને સૌથી પહેલા અમેરિકામાં લૉન્ચ કરવામાં આવી હતી.

2G

2Gની વાત કરીએ તો વર્ષ 1991માં 2G શરૂ કરવામાં આવ્યું. જેમાં ડિજીટલ સિગ્નલ વાપરવામાં આવ્યું હતું. તેની સ્પીડ 64kbps હતી. જેને સૌથી પહેલાં ફીનલેન્ડમાં લોંચ કરવામાં આવી હતી. 2G ટેક્નોલોજીથી ફોનથી મેસેજ મોકલવા, કેમેરા અને ઇમેલની શરૂઆત થઇ હતી.

3G

વર્ષ 2000થી શરૂ થનાર 3Gથી ટેલિકોમ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ. મોબાઈલની ડિઝાઈન બદલાવાની સાથે હેવી ગેમ રમવી, વીડિયો કોલ કરવા અનો ફોનલ કોલની ઓડિયો કોલિટી સહિત બેટરી બેકમાં પણ વધારો થયો. સ્માર્ટ ફોનની સાથે  આ યુગમાં ડેટા પ્લાનની પણ શરૂઆત થઈ હતી. પરંતુ 3જીની પણ કેટલીક ખામીઓ હતી. આનો ડેટા પેક ખૂબ જ મોઘું હતું. સાથે અન્યની સરખામણીએ 3જી ફોન પર મોંઘા આવતા હતા.

4G

જનરેશન 4 એટલે કે 4G નેટવર્કની વર્ષ 2011માં એન્ટ્રી થઇ હતી. આ 4Gથી લોકોને હાઇસ્પીડ ઇન્ટરનેટ યૂઝ કરવા માટેની તક સાંપડી હતી. બાકી બધી જનરેશન કરતા 4Gમાં વધુ ડાઉનલોડની સ્પીડ મળી. 4Gના આગમનથી મલ્ટીમીડિયાની દુનિયા વિકસી. ખરાબ નેટવર્કમાં પણ 4Gની સ્પીડ 54kbps સ્પીડ જોવા મળે છે. પહેલા 4G મોંઘા હતા અને ત્યારબાદ તેના પ્લાન સામાન્ય માણસો માટે પણ સસ્તા થઇ ગયા.

5G

4G પછી હવે અત્યારે લેટેસ્ટ જનરેશન માટે 5Gની બોલબાલા છે. અનેક દેશોમાં 5Gની શરૂઆત થઇ ચૂકી છે અને હવે ભારતમાં પણ તબક્કાવાર 5G માટે અનેક કંપનીઓ કામ કરી રહી છે અને ટૂંક સમયમાં ભારતમાં પણ 5G સર્વિસ લૉન્ચ થઇ શકે છે. 5G ટેક્નોલોજી સુપરફાસ્ટ હશે. વીડિયો અને ઑડિયોની ગુણવત્તા ખૂબ જ સારી હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code