1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપ પર આવી રહ્યું છે આ નવું ફીચર, વોઇસ રેકોર્ડિંગને બનાવશે વધુ બહેતર
વોટ્સએપ પર આવી રહ્યું છે આ નવું ફીચર, વોઇસ રેકોર્ડિંગને બનાવશે વધુ બહેતર

વોટ્સએપ પર આવી રહ્યું છે આ નવું ફીચર, વોઇસ રેકોર્ડિંગને બનાવશે વધુ બહેતર

0
Social Share

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના એક્સીપિરીયન્સને વધુ બહેતર બનાવવા માટે સમયાંતરે નવા નવા ફીચર લોન્ચ કરતું રહે છે ત્યારે હવે તે વોઇસ રેકોર્ડિંગને પ્લે અને રિઝ્યુમ કરવાના ફીચરને લઇને કામ કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે જ એપ પર લાસ્ટ સીનના સ્ટેટસને કેટલાક સ્પેસેફિક કોન્ટેક્ટથી હાઇડ કરી શકાય તેવા ફીચર પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

અત્યારે વોટ્સએપમાં યૂઝર્સને એ સમસ્યા નડે છે કે તે વોઇસ મેસેજને એક જ વખતમાં રેકોર્ડ કરી અને મોકલી શકે છે. મોકલતા પહેલા યૂઝર્સ અત્યારે રેકોર્ડિગ સાંભળી શકતા નથી જેને કારણે ક્યારેક ભૂલભરેલો વોઇસ મેસેજ જતા રહેવાની પણ બીક રહે છે.

Wabetainfo મુજબ વોઈસ રેકોર્ડિંગ ફીચર આપણાં વોટ્સએપ અકાઉન્ટ માટે ઉપલબ્ધ છે. WhatsApp નવું ખાસ ફીચર બીટા ટેસ્ટર માટે રોલ આઉટ કરી રહ્યું છે. જો તમને વોઈસ રેકોર્ડિંગ દરમિયાન વોઈસ વેવ ફોર્મ દેખાય છે, તો તમે આ ફીચર મેળવી શકો છો. વોઈસ મેસેજ મોકલીને જુઓ, જો તમને પોઝ આઈકન દેખાય તો આનો અર્થ છે કે આ ફીચર તમારી માટે ઉપલબ્ધ છે.

વોટ્સએપ યૂઝર્સને હવે એક પોઝ બટન દેખાશે, જેનાં ઉપયોગથી તમે નવા રેકોર્ડિંગ આઈકનને પ્રેસ કરી વોઈસ નોટ રેકોર્ડિંગને ફરીથી સાંભળી શકો છો. આની માટે તમારે નવો વોઈસ રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી. જો હજી સુધી તમને આ સુવિધા પ્રાપ્ત થઈ નથી તો આની માટે તમારે હજી થોડી રાહ જોવાની જરૂર પડશે.

વોટ્સએપ પર તમારી પ્રાઇવસીને વધુ મજબૂત બનાવવા માટે હવે ટૂંક સમયમાં વોટ્સપર પર તમે બહુ ઝડપથી તમારું લાસ્ટસીન હાઇડ પણ કરી શકશો. અત્યારસુધી વોટ્સએપ પર યૂઝર્સ પોતાનું લાસ્ટ સીન, પ્રોફાઇલ પિક્ચર અને અબાઉટ સેક્શનને ચોક્કસ કોન્ટેક્ટ્સથી હાઇડ કરી શકતા ન હતા. પણ હવે ટૂંક જ સમયમાં આ ફીચર પણ વોટ્સએપમાં સામેલ થાય તેની સંભાવના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code